-->

"એક બાળ- એક વૃક્ષ "- વૃક્ષારોપણ કાર્યક્રમ 2019 દેવ વિદ્યામંદિર


                               થરાદ ની દેવવિદ્યા મંદિર ખાતે બાળકો પોતાના જન્મ દિવસ ની ઉજવણી ચોકલેટ વહેંચી ને નહીં પરંતુ પોતાના મિત્રો ને વૃક્ષો ની ભેટ આપી જન્મ દિવસ યાદગાર બનાવે છે .400 રૂપિયા ની ચોકલેટ ના બદલે એ પૈસા ન વ્રુક્ષઓ લાવી પ્રસંસિય કાર્ય કરે છે.કોઈ બાળક વૃક્ષ ના લાવી શકે તો વૃક્ષ ના પૈસા શાળા માં જમા કરાવે છે .શાળા ના પ્રમુખ દેવાભાઈ પટેલે આ પહેલ ને વધાવી હતી.શાળા ના આચાર્ય જયેશ પંડ્યા દ્વારા બાળકો ને વ્રુક્ષઓ નું મહત્વ સમજાવ્યું હતું.આવા કાર્યક્રમ થકી લોકો માં જાગૃતિ આવે અને બાળકો ની સાથે વાલીઓ અને લોકો જાગૃત થાય અને આજે જરૂરું છે તે પર્યાવરણ ને બચાવી શકાય તે ઉદેશ  ને સમજે તેવું શાળા પરિવાર ઈચ્છી રહ્યા છે ..

              આજ રોજ શાળા સંકુલ માં બાળકો અને શાળા ના શિક્ષક મિત્રો દ્વારા વૃક્ષા રોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં બાળકો એ ઉત્સાહ થી ભાગ લઈ વ્રુક્ષઓ નો ઉછેર કરવાની પ્રતિજ્ઞા લીધી હતી.