-->

73 માં સ્વતંત્રતા દિવસ ની ઉજવણી -2019 દેવ વિદ્યામંદિર

                          થરાદ ની દેવ વિદ્યામંદિર શાળા માં 73 માં સ્વતંત્રતા દિવસ ની ઉજવણી ધામધૂમ થી કરવામાં આવી


                              દેવ વિદ્યામંદિર  શાળા પરિવાર તરફ થી આજ રોજ આપના રાષ્ટ્રીય પર્વ ની ઉજવણીની શરૂઆત સર્વધર્મ પ્રાર્થના થી કરવામાં આવી હતી .  ધ્વજ વંદન કાર્યક્રમ માં મુખ્ય અતિથિ જમ્મુ કાશ્મીર માં સી. આર. પી. ફ.એફ માં ફરજ બજાવતા વાઘેલા વાઘજીભાઈ  અને નિવૃત આર્મી મેન રબારી મેવાભાઈ અને શાળા ના પ્રમુખ દેવાભાઈ પટેલ સાથે શાળા ની બાળાઓ એ ઘ્વજવંદન કરાવ્યું હતું. ત્યારબાદ શાળા ના બાળકો દ્વારા વિવિધ કાર્યક્રમ માં ભાગ લઈ તાળીઓ ના ગડગડાટ થી વાતાવરણ રંગીન બનાવ્યું હતું.બહોળી સંખ્યા માં વરસાદી વાતાવરણ માં વાલીઓ એ હાજરી આપી કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો.
                         કાર્યક્રમ નું સંપૂર્ણ સંચાલન શ્રી ભરતભાઇ પુરોહિત દ્વારા કરવામાં આવ્યું હતું.શાબ્દિક સ્વાગત ગીરીશભાઈ ચૌધરી દ્વારા કરવામાં આવ્યું હતું.છેલ્લે આભાર વિધિ વશરામભાઈ જોશી દ્વારા કરી કાર્યક્રમ પૂર્ણ જાહેર કર્યો હતો...