-->

પ્રથમ સત્ર પરીણામ - 2019 દેવ વિદ્યા મંદિર થરાદ


 આદરણીય વાલીમિત્રો.. સપ્રેમ નમસ્કાર
             આજનું બાળક આવતી કાલ નું ભવિષ્ય છે. બાળક એક નાના ફૂલ ની ડાળી જેવું હોય છે  એને જેમ વાળવું હોય તેમ વાળી શકાય છે . થોડુંક મોટુ થયા પછી તેને તે દિશા માં વાળવું કઠિન હોય છે.. પણ જો તેને તે સમયે યોગ્ય વાતાવરણ અને દિશા મળી જાય તો ખાસું પરિવર્તન આવી જાય છે. દરેક વગૅખંડ માં સમાન બાળકો હોતા નથી. પણ દરેક બાળક ની અંદર કંઈક ને કંઈક સુષુપ્ત શકિત છુપાયેલી હોય છે.                                 આપનું લાડલુ બાળક અમારી સંસ્થા માં વષૅ 2019 દરમિયાન ભણેલ છે. આપે અમારા પર મુકેલા વિશ્ર્વાસ માં ખરા ઉતરવાની પુરેપુરી કોશિશ કરી છે. આપના બાળકને શિસ્ત, સંસ્કાર અને શિક્ષણ ઉપરાંત તેના અંદર છુપાયેલી સુષુપ્ત શક્તિ ઓને ખિલવવાનો પ્રયત્ન કર્યો છે . બાળકને ગુણવત્તા યુક્ત શિક્ષણ તથા જાહેરમાં શાળાકીય કે અન્ય ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવા અમોએ તેને તૈયાર કરવામાં કોઈ કસર છોડી નથી .
         દેવ વિધામંદિર થરાદ દ્વારા આખા વર્ષ દરમિયાન દરેક બાળક ને વ્યક્તિગત  ધ્યાન આપવામાં આવ્યું છે. જેના થકી બાળક માં આજે ઘણું પરિવર્તન આપ જોઈ શકો છો .
      આજ રોજ 19/11/2019 બાળકો જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે પરિણામ જાહેર કરવામાં આવ્યું આજે  kg 1/2 અને ધોરણ 01 થી 11 નું પરિણામ ક્લાસ ટીચર ના હસ્તે બધા ધોરણ ના 01 થી 03 નંબર લાવનાર વિદ્યાર્થીઓ ને પરિણામ પત્રક આપી વધુ પ્રગતિ કરો તેવી શુભેચ્છા પાઠવી હતી . શાળા ના ઉપાચાર્ય શ્રી જયેશભાઇ પંડયા દ્વારા બધા વિધાર્થીઓ ને શુભકામનાઓ આપી હતી