પ્રવાસ
નું નામ સાંભળતા જ બાળક નું મન થનગની ઉઠે છે.. પ્રવાસ ગયા પહેલાજ તેનું
મન બધેજ ઘૂમી આવે છે.. પ્રવાસ પહેલા જ બઘી તૈયારી કરી નાખે છે. અને
પ્રવાસ ની તારીખ ની કાગડોળે રાહ જુએ છે. મિત્રો સાથે ચર્ચા કરી પ્રવાસ મા કરવાની
મજા નું આયોજન બનાવી નાખે છે..
વિધાર્થી જીવન માં શિક્ષણની સાથોસાથ
પ્રવાસ... પયૅટન... પ્રદર્શન જરૂરી છે. તેનાથી બાળક માં લાંબો સમય સ્મૃતિ રહે છે.
સાથોસાથ મિત્રો સાથે હળીમળીને રહેવાની સાથે આનંદમય પળો યાદગાર બની રહે છે.
ગુજરાતી કહેવત “જીવ્યા
કરતાં જોયું ભલું” અનુસાર શાળા દ્વારા વર્ષ ૨૦૧૯
/ ૨૦ માટે શૈક્ષણીક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું છે. દર વર્ષે આમ તો ગુજરાતનો જ
પ્રવાસ કરતા હોઈએ છીએ. પરંતુ આ વર્ષે શૌર્ય ભૂમિ રાજસ્થાન અને રાજધાની દિલ્હીનો
પ્રવાસ કરવાનું આયોજન કરેલ છે.આપ સર્વે સાથ અને સહકાર આપશો તેવી અપેક્ષા.
પ્રવાસના સ્થળો નીચે
મુજબ છે. અહિયાં માત્ર શહેરનું નામ જ લખેલ છે. સ્થળોની વિગતવાર માહિતી પછી આપવામાં
આવશે.
- કેવડીયા કોલોની
(સ્ટેચ્યુ ઓફ યુનિટી) - પોઈચા
- કબીરવડ
- આજવા
- પાવાગઢ -
ટુવા
- ગલતેશ્વર -
ડાકોર
- વડોદરા – અમદાવાદ
- ડુમસ (સુરત)