હિન્દુ ધર્મના પવિત્ર તહેવારોની ખુશી અને ઉમંગ અલગ જ હોય
છે. એમાંય તહેવારોનો રાજા એટલે દિવાળી. મર્યાદા પુરુષોતમ ભગવાન રામ અયોધ્યા ઘરે
પાછા ફર્યા એની યાદમાં સમગ્ર ભારત રોશનીથી ઝગમગ થાય છે. તો આવા રંગોળીના રંગીન
ભર્યા તહેવારોની આપ સહુને સુખ, સમૃધ્ધિ અને યશસ્વી નીવડે એવી દેવ વિદ્યામંદિર શાળા પરિવાર તરફથી શુભેચ્છા....નવા
વર્ષના રામ રામ......
શૈક્ષણિક
વર્ષ ૨૦૨૧–૨૨ નું પ્રથમ સત્ર શાંતિમય પસાર થયું. બાળકનું શાળા સાથેનું મિલન, શાળા પ્રત્યેનો પ્રેમ અને શિક્ષણનો રસ, જાગૃતતા, શિક્ષણ મેળવવા માટેની તડપ જોવા મળી. આપ
સહુના સાથ સહકારથી આજે આપણી શાળા શિક્ષણમાં અનેક નવિન વિચારો થકી આગળ વધી રહી છે.
આપ સૌનો અતૂટ વિશ્વાસ અમને નવી પ્રેરણા પૂરી પાડે છે. આવનારા નવા વર્ષમાં આપ સહુનો
વિશેષ સહકાર મળશે અને કંઈક નવી કેડી
કંડારીશું.
આપ સર્વને નવા વર્ષના ફરી એકવાર રામ..... રામ......
લિ.
દેવ વિદ્યામંદિર શાળા પરિવાર, થરાદ
વેકેશનના સમયમાં આટલું જરૂર કરવજો.
v વેકેશન સમયમાં બાળકને ટોકશો નહીં, જબરજસ્તી કાર્ય સોપશો નહીં, તેના રસ પ્રમાણે કાર્ય કરવજો.
v થોડોક સમય તેની સાથે વિતાવી તેના મનના વિચારો જાણજો.
v કુટુંબ, પરિવાર સાથે મિલન કરવજો, જીવન પ્રસંગોની ઝાંખી કરવજો.
v પૈસાનું મહત્વ સમજાવી કરકસર વિશે અને આજની સમસ્યાઓથી માહિતગાર કરવજો.
v દરરોજ ચાર ભાષામાં કંઈક નવું શીખે તેવું કંઈક કરજો.
v મોબાઈલ, ટીવીમાં ઓછો સમય અપાવી વાર્તા, જીવનચરિત્ર પુસ્તકો વંચાવજો.
v શક્ય હોય તો પરિવાર સાથે નજીકના જોવાલાયક સ્થળોની મુલાકાત કરવજો.
v શાળામાંથી સોંપેલ ગૃહકાર્ય થોડું – થોડું કરવજો.
અપેક્ષા સહ....
લિ. શાળા પરિવાર......
દરેક મિત્રોને શાળા પરિવાર વતી દિવાળીની
ખૂબ ખૂબ શુભેચ્છાઓ.....