આજ રોજ ગુરુપૂર્ણિમા ના પાવન પ્રસંગે દિવ્ય ભાસ્કર પરિવાર તરફ થી બનાસકાંઠા ની અગ્રીમ શિક્ષણ સંસ્થાઓ દ્વારા એક વૃક્ષ એક જીવન કાર્યક્ર્મ અંતર્ગત આપની શાળા દેવ વિદ્યામંદિર થરાદ ખાતે આજે વૃક્ષારોપણ કાર્યક્રમ ની સાથે વૃક્ષ પૂજન કરવામાં આવ્યું હતું.જેમાં શાળા ના આચાર્ય ભરતભાઈ પુરોહિત દ્વારા આજ ના દિવસ નું મહત્વ સમજાવ્યું હતું..શાળા ના પ્રમુખ દેવાભાઇ પટેલ દ્વારા વૃક્ષોનું જીવન માં મહત્વ સમજાવી દરેક ને વૃક્ષ વાવી ને ઉછેર કરવા કહ્યું હતું.અને શાળા માં તમામ શિક્ષક મિત્રો અને બાળકો એ વૃક્ષારોપણ કાર્યક્રમ સફળ બનાવ્યો હતો..સાથે સાથે બાળકો ને પણ વૃક્ષો ઉછેરવા માટે આપવા માં આવ્યા હતા.અને કાર્યક્રમ પૂર્ણ કર્યો હતો.
ગુરુપર્ણિમા - વૃક્ષારોપણ કાર્યક્રમ - 2021
શુક્રવાર, માર્ચ 04, 2022