"પળ મા મિલન તો પળ મા જુદાઈ છે,
વસમી લાગે છે આજની વિદાય,
કાલે ભેગા હતા ને આજે જુદાઈ છે.""
પ્રકૃતિ નો નિયમ છે કે સુરજ ઉગે છે અસ્ત થવા માટે એને ખબર છે કે જો અસ્ત થઈ શ તોજ બીજા દિવસે ઉગી શકશે.. ફુલ ઉગે છે કરમાવા માટે કારણ કે ફુલ કરમાઈ જશે તો જ એ જગ્યા પર નવું ફુલ ખિલશે.. વસંત પછી પાનખર અને પાનખર પછી વસંત આવે જ છે.. આ કુદરતી રીતે પરિવર્તનો થયા કરે છે.. એમ શાળામાં જે અભ્યાસ કરે છે તેમને એક દિવસ વિદાય લેવી પડે છે.
આજ રોજ દેવ વિદ્યા મંદિર થરાદ દ્વારા શાળા ના સંચાલક શ્રી દેવાભાઈ પટેલ સાહેબ ના અધ્યક્ષ સ્થાને આજ રોજ દેવ વિદ્યા મંદિર સંકુલ માં ધોરણ 10 નો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો.. જેમાં શાળા ના તમામ ગુરૂ ગણ બાળકો એ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો. કાયૅકમ ની શરૂઆત પ્રાથૅના થકી કરવામાં આવી હતી. ત્યારબાદ દિપ પ્રાગટય કરી કાયૅકમ ને ખુલ્લો મુકવામાં આવ્યો હતો.
કાયૅકમ નું સંપૂર્ણ સંચાલન ધોરણ 10 ની વિધાર્થી રબારી નીતાબેન અને ચૌધરી ભરતભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું.. ધોરણ 10 ના વિધાર્થી મિત્રો દ્વારા વિદાય ગીત અને આખા વષૅ ની કામગીરી ને બિરદાવી હતી.. શાળા ના આચાર્ય શ્રી ભરતભાઇ એ ધોરણ 10 ના વિધાર્થીઓ ને શુભેચ્છા પાઠવી હતી.. શાળા ના સંચાલક શ્રી દેવાભાઈ પટેલ સાહેબે આજના દિન પ્રસંગે ભાવભરી વિદાય આપી હતી. અને ઉચ્ચ કારકિર્દી માટે આશીર્વાદ આપ્યા હતા.
શાળા ના ઉપાચાયૅ જયેશભાઈ પંડયા એ વિદાય ની વસમી વેળા ને વક્તવ્ય દ્વારા બાળકો ને ઉજ્જવળ ભવિષ્ય માટે આશીર્વાદ સાથે શુભેચ્છા પાઠવી હતી..
અંતે શાળા ની વિદ્યાર્થિની મકવાણા રાજવી દ્વારા સુંદર આભાર વિધી કરી કાયૅકમ ને પુણૅ જાહેર કર્યો હતો.. શાળા કક્ષાએ થી વિધાર્થીઓ ને બોલપેનો ભેટ સ્વરૂપે આપી ભાવભરી વિદાય આપી હતી..અને નાસ્તો કરી છૂટા પડ્યા હતા.
ધોરણ 10 ના વિધાર્થી ઓએ વિદાય ની સંપુણૅ જવાબદારી સારી રીતે નિભાવી હતી.
"" પરીક્ષા આપતા તમામ વિદ્યાર્થીઓને શાળા પરિવાર તરફથી ખુબ ખુબ શુભકામનાઓ. *નવી પહેલ ના વધામણાં*. આજ રોજ વિદાય પ્રસંગ ની સાથે સાથે શાળા કક્ષાએ લાયબ્રેરી જ્ઞાન પરબ ની શરૂઆત કરવામાં આવી.જેમાં ધોરણ 10 ના તમામ વિદ્યાર્થીઓ એ લાયબ્રેરી માટે પુસ્તકો ની ભેટ આપવામાં આવી હતી..શાળા ના પ્રમુખ દેવાભાઇ પટેલ નિયામક રમેશભાઈ ચૌધરી ભરતભાઈ પુરોહિત જયેશભાઇ પંડ્યા અને તમામ શાળા ના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉદઘાટન માં હાજરી આપી હતી..આજ થી બાળકો માટે લાયબ્રેરી ખુલી મુકવામાં આવી હતી જેનો બાળકો બહોળો લાભ લઈ શકશે..અને જ્ઞાન માં વધારો કરી શકશે.