આજના યુગમાં અને કોરોના કાળમાં શિક્ષણથી વિમુખ થયેલ અને મોબાઈલ પ્રત્યે વધુ લગાવ ધરાવતું બાળક ફરી જ્યારે શાળામાં આવ્યું છે ત્યારે આજે પણ તેને શિક્ષણમાં ઓછી રુચિ જણાય છે અને અત્યારે પરીક્ષા નો સમય નજીક હોવાને કારણે અને તૈયારી ઓછી થવાને કારણે તે માનસિક ટેન્શનમાં આવી જાય છે તથા પરીવાર તરફથી પણ બાળકને વધુ પરિણામ લાવવા માટેનું દબાણ હોય છે. આ ટેન્શનમાંથી બહાર નીકળી પરીક્ષાની તૈયારી કેવી રીતે કરવી તેમજ જીવન હંમેશા પોતાનામાં રહેલી ક્ષમતાને ઓળખી ને તેમાં પોતાની કારકિર્દી કેવી રીતે બનાવી તે અનુસંધાને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન માટે પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો જે ઓનલાઇન પ્રોજેકટર દ્વારા ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ તથા શિક્ષક મિત્રો દ્વારા નિહાળવામાં આવ્યો.
