-->

વાલી - શાળા સંવાદ - 2021

પ્રથમ સત્રના અંતે દેવ વિદ્યામંદિર ખાતે શાળાના પ્રમુખ સાહેબ ના અધ્યક્ષ સ્થાને પ્રાથમિક વિભાગ અને માધ્યમિક વિભાગ એમ બે વાલી મીટિંગ નું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં શાળા ના આચાર્ય સાહેબ દ્વારા બધાને આવકારવા માં આવ્યા હતા. શાળાના પ્રમુખ શ્રી દેવાભાઈ પટેલ સાહેબે આજની મીટીંગ વિશે વિસ્તૃત ચચૉ કરી હતી ત્યારબાદ કોરોના મહામારીમાં બાળક શિક્ષણ સાથે કેવી રીતે જોડાઈ રહે તેમજ મોબાઈલના દુરપયોગ વિશે ચર્ચા કરવામાં આવી હતી અને વાલીઓએ પોતાને મૂંઝવતા પ્રશ્નો રજુ કર્યા હતા તેમજ પોતાના સૂચનો આપ્યા  હતા. અને ચા નાસ્તો કરી આભાર માની છુટા પડયા હતા.