ધૂળેટી ની ઉજવણી - 2022
મંગળવાર, માર્ચ 22, 2022
આપણા દેશમાં દરેક તહેવાર ખાસ રીતે ઉજવાય છે અને એમાંય દરેક તહેવારનું વિશેષ મહત્વ રહેલું છે. આ ધૂળેટી એટલે રંગોનો ઉત્સવ. ધૂળેટી એટલે બાળકોથી માંડીને વૃદ્ધો સુધીનો ઉત્સાહનો તહેવાર. આમ તો દરેક વ્યક્તિના મનમાં રંગોથી રમવાનો ઉત્સાહ હોય જ અને એમાંય ખાસ કરીને બાળકો તો ઘેલા બની જાય રંગોથી રમવા માટે. આમ પણ કોરોના ને કારણે બે વર્ષથી મન ભરીને તહેવારોને માણ્યા ના હતા એટલે આ વર્ષે બધું જ માણી લેવાની ભાવનાને કારણે એક નવો જ ઉમંગ જોવા મળ્યો. આપણી શાળામાં ધુળેટીની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી જેમાં બાળકોએ અને શિક્ષકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.