આજ નો યુગ એ વિજ્ઞાન અને ટેકનોલોજી નો યુગ છે બાળકો સતત મોબાઈલ ની પાછળ ઘણો સમય બરબાદ કરે છે અને બાળપણ એમજ વેડફી દે છે અને બાળપણ ની રમતો મિત્રો સાથે ની દિવસે ને દિવસે ભૂલતો જાય છે..બાળકો માં રમત ગમત નું નામ પડતા જ ઘણી ખુશી જોવા મળતી હોય છે.અને બાળકો રમત ગમત ના ફાયદા જાણે, રમત વિશે જાણે તે ઉદેશ્યથી આજ દેવ વિદ્યા મંદિરના વિશાળ મેદાન માં આજે પ્રાથમિક, માધ્યમિક વિભાગ નો રમતોત્સવ ઉજવાઈ ગયો.. એક દિવસ અગાઉ બાળકો ને જાણ કરવામાં આવતા બાળકો નામ લખાવવા અધીરા બન્યા હતા એનો ઉત્સાહ આજે મેદાન પર જોવા મળ્યો. વિવિધ રમતોની શરૂઆતથી જ બાળકો આનંદ માં આવી બાળકો એ તાળીઓથી એમનો ઉત્સાહ વધાર્યો હતો. શાળા ના આચાર્ય ભરતભાઇ પુરોહિત ના માર્ગદર્શનથી બાળકો અને શિક્ષકોનો ઉત્સાહ આજે ખૂબ જોવા મળ્યો હતો..વિવિધ રમતો માં કબડી , ખો ખો, ઉંચીકુદ, લાબીકુંદ, વિઘ્નદોડ, લોટફૂંકની, રસા ખેંચ, જેવી રમતો માં બાળકો એ ભાગ લઈ ખૂબ આનંદ લીધો હતો સારું પ્રદર્શન કરનાર બાળકો ને નંબર પણ આપવામાં આવ્યા હતા..સાથે સાથે શિક્ષકો એ પણ વિવિધ રમતો માં ભાગ લઈ બાળકો ને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. કાર્યક્રમ ને સફળ બનાવવા માં શાળા ના નિયામક શ્રી રમેશભાઈ ચૌધરી તેમજ શાળા ના તમામ સ્ટાફ મિત્રો નો શાળા ના ઉપાચાર્ય જયેશ પંડ્યા એ આભાર માન્યો હતો અને રાષ્ટ્ગીત બોલી કાર્યક્રમ પૂર્ણ કર્યો હતો