-->

કોરોના રસીકરણ

RAMESH CHAUDHARI

 દેવ વિદ્યામંદિર શાળામાં કોવિડ-૧૯ અંતર્ગત ૧૫ થી ૧૮ વર્ષના બાળકોને રસીકરણ કરાયું.

        આજ રોજ દેવ વિદ્યામંદિર થરાદ ખાતે સરકારશ્રીના આદેશ મુજબ ૧૫ થી ૧૮ વર્ષના બાળકોને કોવિડ-૧૯ અંતર્ગત રસીકરણ કરવામાં આવ્યું. જેમાં કોરોનાને હરાવવા માટે બાળકોએ ઉત્સાહથી રસી લઇ દરેકને નવો સંદેશ પૂરો પડ્યો છે. આરોગ્ય સ્ટાફ અને શાળાના શિક્ષક મિત્રો એ બાળકોને પ્રેરિત કર્યા હતા. શાળાના નિયામક રમેશભાઈ ચૌધરીએ આરોગ્ય કર્મીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.