યુવાનોના યુગ પુરુષ, ધમૅપુરૂષ એવા સ્વામી વિવેકાનંદની 159મી જન્મજયંતિ ની આજે આપણીશાળા દેવ વિદ્યામંદિર થરાદ ખાતે ઉજવણી કરવામાં આવી હતી. સ્વામી જી ની આજે પણ આપણા દેશ ને મોટી ખોટ સાલી રહી છે.. આજે આવા યુવાનો ની આપના દેશ ને મોટી જરૂર છે.
આજ રોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના કેન્દ્ર સ્થાને રાષ્ટ્રીય યુવા દિવસ ની ઉજવણી કરવામાં આવી..શાળા ના પ્રમુખ દેવાભાઇ પટેલ ના અધ્યક્ષ સ્થાને દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ ને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.. આરએસએસ ના વક્તા લક્ષ્મણભાઈ ચૌધરી એ આજ ના દિવસ નું મહત્વ સમજાવી સ્વામી વિવેકાનંદ ના જીવન પ્રસંગો થી બાળકો ને વાકેફ કર્યા હતા.અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ના નગરમંત્રી રાજેશભાઈ જોશી એ કાર્યક્રમ ને અનુરૂપ વક્તવ્ય આપી સર્વ નો આભાર માન્યો હતો..અને બાળકો ને મો મીઠું કરાવ્યું હતું...