PSE અને SSE પરીક્ષા - 2022
સોમવાર, માર્ચ 07, 2022
ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા દર વર્ષે પ્રતિભાશાળી બાળકોને શોધીને તેમને આગળ લાવવા તે હેતુથી આર્થિક મદદ માટે ધોરણ 6 માં પ્રાથમિક શિષ્યવૃતિ પરીક્ષા અને ધોરણ 9 માટે માધ્યમિક શિષ્યવૃતિ પરીક્ષા નું આયોજન કરવામાં આવે છે. જેમાં આ વર્ષે આપણી શાળાના બાળકોએ પણ ભાગ લીધો હતો. દરેક વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. અને શાંતિપૂરક પરીક્ષા આપી હતી. હજી આ વર્ષે ધોરણ 10 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે NTSE ની પરીક્ષા પણ યોજાવાની બાકી છે જેમાં પણ આપણી શાળાના બાળકોએ પોતાનું રજિસ્ટ્રેશન કરાવેલ છે. દર વર્ષે યોજાતી કેન્દ્રીય નવોદયની પરીક્ષા પણ આપણી શાળાના વિદ્યાર્થીઓ આપે છે અને તેમાં સફળતા પણ મેળવે છે આવા તમામ વિદ્યાર્થી મિત્રોને શાળા પરિવાર વતી ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ.....