-->

તમાકુ નિયંત્રણ કાર્યક્રમ

RAMESH CHAUDHARI
ગુજરાત સરકાર અને ભારત સરકાર દ્વારા દર વર્ષે લોક જાગૃતિ માટે જુદા જુદા કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવે છે જુદા જુદા દિવસો મનાવવામાં આવે છે રેલીઓ યોજવામાં આવે છે તેમજ સૂત્રોચાર કરીને લોકોને જાગૃત કરવામાં આવે છે. આમ તો આજે વ્યશન અને ફેશન સામાન્ય બની ગયું છે અને આજે વ્યસનને રવાડે કેટલાય નવયુવક - યુવતીઓ ચડી ગયા છે. કેટલાકને મતે વ્યસન એ શોખ હોય છે પરંતુ ધીમે ધીમે એ ગુલામ બની જાય છે અને મહા ભયંકર કેન્સર જેવા રોગોના ભોગ બને છે અને પોતાનું જીવન ગુમાવી બેસે છે. આવી ઘટનાઓ અટકાવવા આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ કાર્યક્રમો અંતર્ગત આપણી શાળામાં નિબંધ સ્પર્ધા યોજાઈ હતી અને જેમાં આરોગ્ય કર્મી રમેશભાઈ દ્વારા અને શાળાના પ્રમુખ સાહેબના હસ્તે નંબર મેળવનાર બાળકોને ઈનામ આપવામાં આવ્યા હતા તેમજ ભાગ લેનાર તમામ વિદ્યાર્થીને પ્રોત્સાહક ઇનામો આપવામાં આવ્યા હતા. દરેક વિદ્યાર્થીઓને શાળા પરિવાર વતી આચાર્યશ્રી જયેશભાઈ સાહેબ દ્વારા અભિનંદન આપવામાં આવ્યા હતા.