-->

73 મા પ્રજાસતાક દિન ની ઉજવણી - 2022

આજે આપણી સૌની દેવ વિદ્યામંદિર થરાદ ખાતે 73મા પ્રજાસતાક દિન ની ઉજવણી કોરોના મહામારીને કારણે સાદગીપૂર્વક કરવામાં આવી.આમ તો આપણે દરેક રાષ્ટ્રીય કાર્યક્રમમાં દેશના જવાનોને અગ્રતા આપીએ છીએ તેમ આ વર્ષે પણ આપણા આમંત્રણને માન આપીને જમ્મુ કાશ્મીર માં એક આર્મીના જવાન તરીકે ફરજ બજાવતા અને આપણા જ વતન એવા દૈયપ-ઢાણી ગામના વતની ચૌધરી પ્રેમજીભાઈ માવજીભાઈ ઉપસ્થિત રહ્યા જે બદલ શાળા પરિવાર તેમનો દિલથી આભાર માને છે. આ પ્રસંગે તેમના જ હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું અને દેશની શાન તિરંગાને સલામી આપવામાં આવી.આ પ્રસંગે શાળાના તેમના દ્વારા બાળકોને દેશભક્તિ માટે તત્પર બનવા વક્તવ્ય આપવામાં આવ્યું. શાળાના પ્રમુખશ્રી દેવાભાઈ સાહેબ દ્વારા બાળકને પોતાના દ્વારા થતી દેશની સેવા કરવાની હિમાયત કરવામાં આવી. તેમજ શાળાના આચાર્યશ્રી જયેશભાઈ સાહેબ દ્વારા દરેકનો આભાર માની બધા જ મોં મીઠું કરીને સૌ છૂટા પડ્યા.આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન ભરતભાઈ સાહેબ દ્વારા સફળ બનાવવામાં આવ્યું હતું.