-->

વિજ્ઞાન પ્રદર્શનની મુલાકાતે....

આ વર્ષે ઇન્ડિયન સ્પેસ રીસર્ચ ઓર્ગેનાઈઝેશન ( ISRO ) અને ભારતીય વિજ્ઞાન મંત્રાલયના સંયુક્ત ઉપક્રમે થરાદમાં ગાયત્રી વિદ્યાલય ખાતે વિજ્ઞાન પ્રદર્શન યોજાયું હતું. તેનો ઉદેશ વિદ્યાર્થીઓ વિજ્ઞાનને જાણે અને તેના પ્રત્યે વધુ રસ દાખવતા થાય અને ભારતીય અવકાશ વિજ્ઞાન વિશે માહિતી મેળવે તેમજ આપણી વિજ્ઞાન સંસ્થાઓ વિશે માહિતી મેળવે એ જરૂરી છે. આ પ્રદર્શનમાં ભારત સરકાર દ્વારા અવકાશમાં મુકવામાં આવેલ વિવિધ કુત્રિમ ઉપગ્રહો ના મોડેલ રજુ કરવામાં આવ્યા હતા તેમજ ભારતીય વિજ્ઞાન સસ્થાઓએ લોન્ચ કરેલ વિવિધ મિશનો વિશે જાણકારી આપવામાં આવી હતી અને વીજ્ઞાનના વિવિધ મોડેલોથી સજ્જ પ્રદર્શન બસ પણ મુકવામાં આવી હતી.