-->

વાર્ષિક મહોત્સવ અને ઈનામ વિતરણ સમારોહ -2022

RAMESH CHAUDHARI
"" લાગણીનું એક ફુલ ખીલ્યું છે,
                                                         એ જ તો અમારો  આધાર છે. 
           ઉત્સવો ની રાહ અમે કદી જોતા નથી.
                                                         તમે મળો એ જ અમારા માટે તહેવાર છે".                     
                આજ રોજ 09.04.2022 ને શનિવાર ના રોજ રામનવમી ની પૂર્વ સંધ્યા એ આપની સૌની દેવ વિદ્યામંદિર થરાદ ખાતે તૃતીય વાર્ષિકોત્સવ અને ઇનામ વિતરણ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું.આમંત્રણ ને માન આપી બહોળી સંખ્યા માં શિક્ષણપ્રેમીઓ, શુભેચ્છકો, વાલી મિત્રો હાજર રહ્યા અને કાર્યક્રમ ને સફળ બનાવ્યો..                                             
                            આજ ના કાર્યક્રમ ના મુખ્ય મહેમાનો માં બનાસકાંઠા સાંસદ પરબતભાઇ પટેલ સાહેબ, થરાદ ના યુવા ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત ,બનાસકાંઠા જિલ્લા શિક્ષણ સમિતિ ના ચેરમેન માંગીલાલ પટેલ ,માવજીભાઈ પટેલ ,રૂપશિભાઈ ભાઈ પટેલ, થરાદ ના નામાંકિત ડોક્ટરો સજ્જનો ની વિશેષ હાજરી જોવા મળી હતી.                        
                           કાર્યક્રમ ની શરૂઆત દીપ પ્રાગટ્ય સાથે પ્રાર્થના થી કરવામાં આવી હતી.ત્યાર બાદ આવેલ દરેક મહેમાનો નું સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું.. જયેશભાઇ પંડ્યા તરફ થી શબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. શાળા ની બાળા ઓ દ્વારા સુંદર સ્વાગત ગીત રજૂ કરી કાર્યક્રમ ની શરૂઆત કરી હતી...શાળા ના પ્રમુખ દેવાભાઇ પટેલ દ્વારા તમામ નું અભિવાદન કરી સૌને આવકારી બેટી પઢાઓ અંતર્ગત ખાસ સંદેશ આપ્યો હતો..શાળા ના શિક્ષક મિત્રો ના માર્ગદર્શન થકી બાળકો એ એક એક થી ચડિયાતા કાર્યક્રમ રજૂ કરી બધા ને મંત્ર મુગ્ધ કરી દીધા હતા.તાળીઓ ના ગડગડાટ થકી આખું વાતાવરણ ગુંજી ઉઠયું હતું.વર્ષ દરમિયાન શિક્ષણ માં પ્રથમ નંબર લાવનાર ધોરણ 01 થી 12 ના વિદ્યાર્થીઓ ને ટ્રોફી આપી નવજયા હતા.સાથે સાથે વર્ષ દરમિયાન વિવિધ કાર્યક્રમ માં સૌથી વધુ  વખત ભાગ લેનાર બાળકો ને ઇનામ આપવામાં આવ્યા હતા.છેલ્લા 5 વર્ષ થી ભણતા તમામ બાળકો ના વાલીઓ ને સન્માનિત કરવામાં આવ્યા હતા.કાર્યક્રમ માં બહોળી સંખ્યા માં લોકો ભોજન નો લાભ પણ લીધો હતો..કાર્યક્રમ નું સુંદર સ્ટેજ સંચાલક શાળા ના ઉત્સાહિત સંસ્કૃતિ પ્રેમી આચાર્ય ભરતભાઈ પુરોહિત દ્વારા કરવામાં આવ્યું હતું.શાળા ના બાળકો ના કાર્યક્રમ જોઈ તમામ ખુશ જોવા મળ્યા હતા.છેલ્લે સુધી બેસી રહી કાર્યક્રમ સૌ એ નિહાળ્યો હતો.છેલ્લે કાર્યક્રમ ની આભાર વિધિ શાળા ના પ્રકૃતિ પ્રેમી શિક્ષક સુરેશભાઈ બારોટ દ્વારા કરવામાં આવી કાર્યક્રમ પૂર્ણ જાહેર કરવામાં આવ્યો હતો.