SSE માધ્યમિક શિષ્યવૃતિ પરીક્ષા માં શ્રેષ્ઠ દેખાવ
શુક્રવાર, એપ્રિલ 15, 2022
આપની સૌની દેવ વિદ્યામંદિર થરાદ ખાતે ભણવાની સાથે સાથે સહ અભ્યાસિક પ્રવૃતિઓ પણ થાય છે.જેના થકી બાળક ની અંદર પડેલી સુસુપ્ત શક્તિ બહાર આવે છે..શાળા દ્વારા આવા બાળકો પોતાની પ્રતિભા બહાર લાવે તે માટે સતત પ્રયત્નશીલ રહે છે.અને બાળક માં પણ ઉત્સાહ વધે છે.બાળક આજ થી જ જાહેર પરીક્ષા માટે સામાન્ય જ્ઞાન નો અલગ તાસ આપી તૈયારી કરવામાં આવે છે.શિક્ષણ ની સાથે સાથે નવોદય પરીક્ષા , પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા, માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષા તેમજ નેશનલ ટેલેન્ટ સ્કોલરશીપ પરીક્ષા માટે બાળકો ને પ્રોત્સાહિત કરવામાં આવે છે. હમણાં જ તાજેતર માં લેવાયેલ PSE પરીક્ષા માં પણ બાળકોએ ઉત્સાહ થી ભાગ લીધો હતો..સાથે સાથે ધોરણ 09 ના બાળકો એ પણ SSE પરીક્ષા આપી થરાદ તાલુકા માં શાળા નું નામ રોશન કર્યું હતું.. જે બદલ શાળા પરિવાર તરફ થી ખૂબ ખૂબ શુભકામનાઓ...............................