-->

વિશ્વ વસ્તી દિવસ 2022

 બાળક શિક્ષણ ની સાથે સાથે વષૅ દરમિયાન અનેક પ્રવૃતિઑ સાથે સંકળાયેલા હોય છે. બાળકોમા પડેલી સુષુપ્ત શકિત ઓ બહાર આવે તેવા  કાર્યક્રમ શાળામાં થતા હોય છે.

                           આજ તા.૧૧ જુલાઈના રોજ શાળા કક્ષાએ વિશ્વવસ્તી દિન ની ઉજવણી શાળા ના સંચાલક શ્રી દેવાભાઈ પટેલ સાહેબ ના અધ્યક્ષ સ્થાને રાખવામાં આવી હતી.કાયૅકમ  નુ સંપૂર્ણ સંચાલન આચાર્ય ભરતભાઇ પુરોહિત સાહેબે કયુ હતુ .
                              આજના કાયૅકમ માં નિબંધ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા, વક્તવ્ય સ્પર્ધા  નું આયોજન કરવા માં આવ્યું હતું. આ સપર્ધાઓમાં વિજેતા વિદ્યાર્થીઓને શાળા દ્વારા પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા.તાળીઑના ગડગડાટ થી આખું વાતાવરણ રંગમય બની ગયું હતું.