મનુષ્ય જીવન માં કોઈપણ ક્ષેત્રે કાયૅ સિધ્ધ કરવું હોય તો ગુરૂ ની જરૂર પડે છે. પછી ભલે તે આધ્યાત્મિક ક્ષેત્ર હોય કે સામાજિક ક્ષેત્ર હોય કે શૈક્ષણિક ક્ષેત્ર હોય. ગુરૂ વગર કંઈ શીખી શકાતું નથી. ગુરૂ એટલે શિખવાડનાર. ગુરૂ દ્વારા જ અંધકારમય જીવન માંથી પ્રકાશ તરફ જવાનો સાચો માગૅ મળે છે.
આપણા ભારતવષૅ માં અષાઢ સુદ પૂનમ ને ગુરૂ પૂર્ણિમા તરીકે દરેક સંપ્રદાય ના લોકો મહાન પવૅ તરીકે ઊજવે છે.
આજે દેવ વિધામંદિર થરાદ દ્વારા "ગુરૂ પૂર્ણિમા " ની ઉજવણી કરવામાં આવી હતી. કાયૅકમ ની શરૂઆત શાળા ના આચાર્ય અને સંસ્કૃત વિદ્વવાન શ્રી ભરતભાઈ પુરોહિત દ્વારા ગુરૂ મંત્ર દ્વારા આખા વાતાવરણ ને રંગીન બનાવી નાખ્યું હતું. કાર્યક્રમનું સંચાલન કરતા તેમણે ગુરૂ પૂર્ણિમા તેમજ ગુરૂનું જીવન મા શું મહત્ત્વ છે તેની સમજ આપી હતી. આજે ગુરૂ પૂર્ણિમા નિમિત્તે ભજન સ્પર્ધા તેમજ વકતૃત્વ સ્પધૉ નુ પણ આયોજન કરવામાં આવ્યું હતું. પ્રાથમિકવિભાગ, ઉચ્ચ પ્રાથમિક વિભાગ, તેમજ માધ્યમિક વિભાગ ના બાળકો દ્વારા સુંદર રજુઆત કરવામાં આવી હતી.બાળકો માં આજે અનેરો આનંદ જોવા મળ્યો હતો.
છેલ્લે કાર્યક્રમ ની આભારવિધિ શાળાના શિક્ષક શ્રવણભાઈ દ્વારા કરવામાં આવી હતી. અને રાષ્ટ્રીય ગીત બોલી છુટા પડયા હતા .