જન્માષ્ટમી ઉજવણી 2022
ગુરુવાર, ઑગસ્ટ 18, 2022
ભારત વર્ષ માં અનેક તહેવાર ની ઉજવણી આપને ધામધુમ થી કરીએ છીએ..એમાંય આપના હિન્દુ તહેવારો નું મહત્વ ખૂબ જ છે..શ્રાવણ મહિનો એટલે હિન્દુ ઓનો પવિત્ર અને વિવિધ તહેવારો નો મહિનો..એમાંય જન્માષ્ટમી નું મહત્વ ખૂબ જ છે..બાળકો તહેવાર નું મહત્વ જાણે અને આપની સંસ્કૃતિ ને જાળવી રાખે તે ઉદ્દેશ થી આજ રોજ આપની દેવ વિદ્યામંદિર થરાદ ખાતે જન્માષ્ટમી ની ધામધુમ થી ઉજવણી કરવામાં આવી હતી .જેમાં પ્રાર્થના માં બાળકો દ્વારા સુંદર કૃષ્ણ ભક્તિ ના ગીતો તેમજ શાળા ના ઉત્સાહિત શિક્ષકો રાવત સર અને સુરેશભાઈ તરફથી ગીતો અને દુહા ની રમજટ બોલાવી તાળીઓ થી વાતાવરણ ગુજી ઉઠ્યું હતું...ભરતભાઈ પુરોહિત દ્વારા તહેવાર નું મહત્વ સમજાવવામાં આવ્યું હતું...સાથે સાથે બાળકો દ્વારા તૈયાર થયેલ કાનુડા એ આકર્ષણ જમાવ્યું હતું..બાળકો દ્વારા મટકીફોડ કાર્યક્રમ થકી ઉત્સાહ સાથે શાળા પરિવાર તરફ થી પ્રસાદી સ્વરૂપે દરેક ને કેળા આપવામાં આવ્યા હતા..અને કાર્યક્રમ પૂર્ણ કર્યો હતો...