-->

76 માં સ્વતંત્ર દિનની ઉજવણી

આજ રોજ આઝાદી કા અમૃત મહોત્સવ માં આખો દેશ રંગીન બની ગયો છે.નાના થી મોટા સૌને અનેરો દેશ ભક્તિ નો રંગ લાગ્યો છે.અને છેલ્લા 3 દિવસ થી તો દરેક ભારતીય પોતાના ઘરે. જ તિરંગો લહેરાવી અનેરો આનંદ અને ખુશી મેળવી આઝાદી ના 75 વર્ષ પૂરાં થયાં એની ખુશી મનાવી રહ્યો છે. આપની સૌની દેવ વિદ્યામંદિર થરાદ ખાતે પણ 76 માં સ્વાતંત્ર દિવસ ની ઉજવણી ખૂબ જ ઉત્સાહ થી કરવામાં આવી..જેમાં આજે બહોળી સંખ્યા માં વાલીઓ ઉપસ્થિત રહી કાર્યક્રમ ને ચાર ચાંદ લગાવ્યા..હર વખત ની જેમ આ વખતે પણ ધ્વજવંદન કાર્યક્રમ ભારતીય સેના માં ફરજ બજાવતા ગૌસ્વામી કૈલાસનાથ ના હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું..સાથે સાથે વાલીમિત્રો એ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ ની શરૂઆત કરવામાં આવી હતી..આજે દરેક બાળકો માં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો...શાળા માં અભ્યાસ કરતા બાળકો દ્વારા સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમ માં સ્વાગત ગીત,ગરબો,દેશભક્તિ ડાન્સ, નાટક ,વકતવ્ય સાથે દેશભક્તિ ગીત રજૂ કરી બધા ને દેશભક્તિ માં તલ્લીન કરી દીધા હતા .શાળા ના પ્રમુખ શ્રી દેવાભાઇ પટેલ સૌને આવકારી ને દેશભક્તિ ની સાચી સમજ આપી હતી..કાર્યક્રમ નું સંચાલન ભરતભાઈ પુરોહિત દ્વારા કરવામાં આવ્યું હતું..બાળકો ની અને વાલીઓ ની વિવિધ સામૂહિક રમતો થી અને બાળકો ની પિરામિડ થી તાળીઓ ના ગડગડાટ થી વાતાવરણ ગુજી ઉઠ્યું હતું.. અને ઘનશ્યામભાઈ દવે આભારવિધિ કરી કાર્યક્રમ પૂરો કર્યો હતો..