-->

ખુલ્લો મંચ - 2022

                  આજ નું શિક્ષણ માત્ર પુસ્તક પુરતું સિમિત ના રહેતા બાળક ના મન ના વિચારો ને પણ ઓળખવા પડશે... એ વિચારો માત્ર બાળક ની અંદર પડેલી સુષુપ્ત શકિત દ્વારા ખ્યાલ આવશે. બાળક સ્વભાવે એકદમ શરમાળ હોય છે. જો તેને તેના વિચારોને ખુલ્લા મૂકી દેવામાં આવે તો પોતાનામાં જે કળા પડી છે તે ચોક્કસ બહાર લાવશે. દેવ વિધામંદિર થરાદના સંચાલકશ્રી દેવાભાઈ પટેલ દ્વારા બાળકોમાં પડેલી સુષુપ્ત શકિતનો વિકાસ થાય અને તેમનામાં રહેલો ડર દૂર થાય તેમજ બાળકની શરમ દુર થાય તેવો પ્રયત્નની પહેલ કરી છે.

                      દેવ વિધામંદિર દ્વારા દર સોમવારે છેલ્લા બે તાસ     "" ખુલ્લો મંચ"" કાયૅકમ રાખવામાં આવે છે. જેમાં બાળક ખુલ્લા દિલથી પોતાની અભિવ્યક્તિ રજૂ કરી શકે. તેમજ  પોતાની કળાશકિત ને બહાર લાવી શકે. ધોરણ 1 થી 5 ના બાળકોને દર શનિવારે વિષય આપી દેવામાં આવે છે. માટે તેની વિશેષ તૈયારી કરીને તે સોમવારે પોતાની રજૂઆત કરે છે. અહિયાં જુદી જુદી પ્રવૃતિઓ દ્વારા બાળક વિશેષ શીખે છે. જેના દ્વારા બાળકો ગમ્મત સાથે જ્ઞાન મેળવે છે. અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રાથમિક વિભાગના શિક્ષક મિત્રો પણ એટલા જ ઉત્સાહી રહે છે.
                      










વધુ ફોટા જોવા અને ડાઉનલોડ કરવા માટે અહિયાં ક્લિક કરો.