બ્રહ્માંડના રહસ્યને સમજવું અને તેના વિશે જાણવું દરેક માટે રસપ્રદ હોય છે. અને બાળકો માટે તો અતિશય ઉત્સુકતા હોય જ છે. આપણી શાળા રૂબરૂ અવકાશ યાન દ્વારા બ્રહ્માંડની બાળકોને ૩D વ્યુ દ્વારા વર્ચ્યુલી સફર કરાવવામાં આવી જેના દ્વારા બાળકોએ સ્પેશયાન ની સફર દ્વારા સ્પેશયાનનો દેખાવ, તેમાંની સુવિધાઓ તેમજ તેમાં રહેલી વિશેષતાઓ જાણી અને અવકાશમાંથી પૃથ્વી કેવી દેખાય છે તેના વિષે પણ જાણ્યું. બાળકોને ખુબ જ આનદ સાથે જ્ઞાન પણ મળ્યું.