-->

સૌરાષ્ટ્ર સફરનો ચોથો દિવસ - 20/11/2022

RAMESH CHAUDHARI

 નમસ્કાર મિત્રો, ચાલો અમારી સફરને આગળ વધારીએ.આજે પ્રવાસનો ચોથો દિવસ. આજે અમે ભવનાથ ની તળેટી ખાતે રોકાણ કર્યું હતું.આજે સવારમાં ઉઠીને ચા નાસ્તો કરીને અમારે એક રોમાંચક સફર કરવાની હતી. કારણ કે આજે ગુજરાત ના ઊંચા પર્વત પર ચઢાણ કરવાનું હતું. આજે નાસ્તામાં ચા અને ખાખરા હતા. આમ તો દરેક બાળકમાં ગિરનાર ના ચઢાણ માટે અનેરો જુસ્સો અને ઉત્સાહ હતો. દરેક બાળક કહેતું હતું કે મારે છેક સુધી ચઢવું જ છે. અને અમે શરૂઆત કરી ગિરનાર ચઢાણ ની. સવારના પહોરમાં ચઢાણ ની મજા જ અલગ હતી. ગિરનારમાં જુદા જુદા અંતરે જુદા જુદા તીર્થ સ્થળ આવેલ છે.આમ તો ગિરનાર એટલે ધર્મ અને પ્રકૃતિનું સમન્વય કેંદ્ર. ગિરનારમાં ગાઢ જંગલો આવેલ છે જેમાં અનેક પ્રકારના વૃક્ષો આવેલ છે. અહીંયા કુદરતી રીતે ઊગેલ તુલસીઓ, સાગ અને અનેક વનસ્પતિ નિહાળવા મળી.અહીંયા ની પગથિયાં સોલંકી વંશના રાજા કુમારપાળ દ્વારા બંધાવવામાં આવ્યા હતા. ગીરનાર નું પ્રાચીન નામ રૈવતક પર્વત હતું. ગીરનાર ચઢાણ ની અમારી સફર ની શરૂઆત ખૂબ જ સારી રહી અમુક બાળકો તો પોતે સૌથી પહેલા ચઢાણ કરશે તેના માટે ખુબ જ ઝડપથી આગળ વધ્યા. મોટાભાગના બધા જ બાળકો છેક છલ્લું શિખર દત્તાત્રેય સુધી પહોંચ્યા. અમુક બાળકો બીજું શિખર માં અંબાજીના મંદિર સુધી પહોંચ્યા તો કેટલાક બાળકોએ પહેલાં શિખર જૈન મંદિરો સુધીની સફર કરી.આટલી લાંબી સફરને કારણે થાક પણ જોરદાર લાગ્યો હતો. ઉતરતી વખતે ઘણા બાળકોના ચહેરા થાકથી નિરાશ થઇ ગયા હતા. મેં પણ ગોરખનાથ શિખર સુધીની સફર કરી હતી. અમે નીચે ઉતર્યા ત્યારે અમારા માટે જમવાનું તૈયાર હતું. જમવામાં લાડુ, પાપડ, રોટલી, શાક ,દાળ ભાત અને છાસ હતી. અમે સ્નાન કર્યું અને ત્યારબાદ નાઈને તળેટીમાં આવેલા ભવનાથ મહાદેવ અને મૃગીકંડ ના દર્શન કર્યા.અને ત્યાંથી અમે દામોદર કુંડ અને અશોકના શિલાલેખ ની મુલાકાત લીધી. અને ત્યાંથી જૂનાગઢમાં આવેલ સક્કરબાગ ની મુલાકાત લીધી. સક્કર બાગમાં જુદા જુદા પક્ષીઓ, પ્રાણીઓ અને સરીસૃપ પ્રાણીઓ જોવા મળ્યા. કેટલાક વિદેશી પ્રાણીઓ પણ જોવા મળ્યા.

          ત્યારબાદ અમે સૌ પહોંચ્યા જલારામ બાપા ના ધામ વીરપુર માં અહીંયા જલારામ બાપા ના મદિરમાં દર્શન કરીને વીરપુરની બજારમાં ખરીદી કરી. બાળકોએ મોડે સુધી ફરીને ખરીદી કરી. ત્યારબાદ અમે સૌ સાંજનું વાળુ કરીને સુઈ ગયા. સાંજના ભોજનમાં પરોઠા,શાક અને છાસ હતી. ચોથા દિવસે પણ બાળકોએ ખુબ જ આનંદ માણ્યો.

       પ્રવાસના બધા જ ફોટા જોવા અને ડાઉનલોડ કરવા અહિયાં ક્લિક કરો.