-->

સૌરાષ્ટ્ર સફરનો અંતિમ દિવસ - 21/11/2022

RAMESH CHAUDHARI

 નમસ્કાર મિત્રો, આજે અમારી સફરનો અંતિમ દિવસ હતો. આજે અમે રાત્રિ રોકાણ વીરપુર મુકામે કર્યું હતું. ત્યાંથી સવારમાં નાસ્તો કરીને અમે ખોડલધામ - કાગવડ પહોંચ્યા. કાગવડ ખાતે આધુનિક સમયનું સૌથી શ્રેષ્ઠ અને ભવ્ય ખોડલ મંદિર આવેલું છે. અહીંયા સુંદર મજાનો બગીચો અને મંદીર ની કોતરણી અદ્ભુત હતી. અહીંયાં આવતા તમામ મુલાકાતીઓ માટે ચાની વ્યવસ્થા હતી. અહીંની સ્વચ્છતા આંખે ઊડીને વળગે એવી હતી. અહીંયાં ગુજરાત સરકાર ના વન વિભાગ દ્વારા બનાવેલ શક્તિ વન આવેલું છે. જ્યાં જુદા જુદા પ્રકારની વનસ્પતિઓ જોવા મળી. જેના દરવાજા પર ભારત દેશનો તિરંગો લહેરાય છે. અહીંયા સરસ મજાની બહાર બજાર આવેલી છે. અહિયાંથી બાળકોએ સરસ મજાની છે. બાળકોએ અહીંયાથી બાળકોએ મોટા ભાગની ખરીદી પણ હતી. અહીથી અમે અમારા રાત્રિ રોકાણ સ્થળે જમવા પહોંચ્યા. સવારમાં જમવામાં મોહનથાળ, રોટલી શાક, દાળ ભાત અને છાસ હતી. અમે સૌ જમીને ચોટીલા જવા રવાના થયા .

                ચોટીલામાં ચામુંડા માતાજી નું મંદિર આવેલ છે અહીંયા માતાજીના દર્શને કરીને અમે બજારમાં ખરીદી કરી.ગિરનાર ચઢીને આવેલ હોવાથી અહીંયા ના પર્વત પર ચઢાણ કરવાની કોઈ ઈચ્છા નથી. કારણ કે પણ ઓછા કામ કરતા હતા. 

                ત્યારબાદ અમે પહોંચ્યા મીની પોઇચા તરીકે જાણીતા સ્વામિનારાયણ મંદિર ની મુલાકાતે આ મંદિર પાટડી મુકામે આવેલ છે.અહીંયા ભવ્ય વર્ણીન્દ્ર ધામ આવેલ છે. અહીંયા અમે સાંજનું ભોજન લીધું. સાંજના ભોજનમાં રોટલી, શાક અને છાસ હતી. ત્યારબાદ એક સાથે ભેગા મળીને પ્રવાસની સફર અંગે ચર્ચા કરી. અને ઘર તરફ રવાના થયા. હાલ અમે સૌ થરાદ આવી ગયેલ છીએ. 

                અમારા દરેક માટે આ પાંચ દિવસની સફર યાદગાર અને રોમાંચક રહી.જગતના નાથની કૃપાથી દરેક પ્રકારે સુખ અને શાંતિ રહી.

                અમારા પ્રવાસમાં બસ સંચાલક કરશનભાઈ પટેલ ( ભાચર) દ્વારા ખાવા પીવા કે રહેવામાં એમને કોઈપણ તકલીફ પડવા નથી તે બદલ તેમનો દિલથી આભાર.

પ્રવાસના બધા જ ફોટા જોવા અને ડાઉનલોડ કરવા અહિયાં ક્લિક કરો.