-->

એક દિવસનો પ્રવાસ 2022

RAMESH CHAUDHARI

 પ્રવાસ માં કોને મજા ના આવે ...એક દિવસ નો હોય કે કલાકો નો..એમાંય બાળકો ને પ્રવાસ નો અનેરો ઉત્સાહ હોય....દિવસ ગણતા હોય ક્યારે પ્રવાસ નો દિવસ આવે અને છેલ્લા દિવસો માં નામ લખ્યું હોય તેમને અનેરો ઉત્સાહ હોય..આજ રોજ આપની શાળા માંથી એક દિવસીય પ્રવાસ નું આયોજન કરવામાં આવ્યું..બાળકો ને તો ઉત્સાહ હતોજ...અને દિવસ પણ નજીક આવી ગયો...6.00 વાગે શાળા એ થી બહુચર ટ્રાવેલ્સ થકી બધા બાળકો ની સફર શરૂ થઈ..પ્રથમ મોઢેરા સૂર્યમંદિર ના દર્શન થકી બાળકો અનેરો આનંદ લીધો..સાથે સાથે મ્યુઝિયમ ની પણ મુલાકાત લીધી..સૂર્ય નું પ્રથમ કિરણ આ જગ્યા એ પડતું જાણી બાળકો ઉત્સાહિત થયા ...સાથે સાથે ચા નાસ્તો કરી બહુચરાજી જવાની સફર શરૂ થઈ...જ્યાં વર્ષો જૂનું માં બહુચર ના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી...સાથે સાથે બજાર માં ખરીદી કરી આનંદ લૂંટયો...જ્યાં સરસ મજાની મિષ્ટાન સાથે બપોર નું ભોજન લીધું...ખૂબ પ્રેમ સાથે કરશનભાઈ એ બાળકો ને જમાડ્યા...ત્યાંથી બાળકો ને જેની ખૂબ ઉતાવળ હતી એ જગ્યા પાટડી મીની પોઇચા પહોંચ્યા...જ્યાં મંદિર જોઈ ને બાળકો ખૂબ જ જૂમી ઉઠ્યા..સાથે સાથે વિવિધ શો ની પણ મુલાકાત લીધી..બાળકો માટે ખુબજ સુંદર જગ્યા જ્યાં આખો દિવસ પણ ઓછો પડે ત્યાં 8.00 વાગે સુધી બાળકો ખૂબ મજા લીધી...સાંજ નું વાળું તૈયાર હતું જ. બાળકો ને ફરી પ્રેમ થી જમાડ્યા...અને પરત જવા નીકળ્યા ..એક દિવસ નો પ્રવાસ હોવા છતાં બાળકો એ ખૂબ મજા લૂટી...બાળકો ને તો ઘરે પાછું નહોતું આવવું...રોકાઈ જવું હતું...સમય ઓછા માં બાળકો એ વધુ મજા લીધી...વાલીઓ નો ખૂબ સહકાર મળ્યો...આભાર...પ્રવાસ માં નાના બાળકો ને ઘરે ના પહોંચે ત્યાં સુધી સતત ચિંતા માં રહેતા ઉપાચાર્ય શ્રી *જયેશભાઈ પંડ્યા*..પ્રવાસ ઘરે આવ્યો ત્યારે શાંતિ નો અહેસાસ થયો .. પ્રવાસ ની જવાબદારી જેના શિરે હતી એવા *અગજીભાઇ ચૌધરી* સાહેબ સતત આજે ખડે પગે રહી બાળકો ને દેખ રેખ રાખી.. કાર્યશિલ અને સતત બાળકો ની ગણતરી કરી ને રિપોર્ટ આપતા *કિરણભાઈ પરમાર* સાહેબની કામગીરી ની વિશેષ નોંધ લીધી..પ્રાથમિક ના બાળકો ની સાથે દીકરીઓ ને ખૂબ સાચવી ને રાખનાર *કાજલબેન ઓઝા, હર્ષાબેન શ્રીમાળી, હેતલબેન ગૌસ્વામી* ની કામગીરી ખૂબ જ સરસ રહી..બાળકો ને વ્યવસ્થિત ગાડી માં ઉતારવા અને ચડવવા માં *કિર્તીભાઇ સાહેબ* ની સાથે *રાવતાભાઈ* સાહેબ ની કામગીરી ખૂબ જ પ્રશંસા ને પાત્ર રહી...કોઈ બાળક રહી નથી ગયું તેની સતત ખબર રાખનાર *ગિરિશભાઈ ચૌધરી* ની કામગીરી વિશેષ રહી.પ્રવાસ ને યાદગીરી રૂપે કેમેરા માં કંડારનારા *મુકેશભાઈ સુથાર* દ્વારા આબેહૂબ ફોટો ગ્રાફ કરી બધા ના દિલ જીતી લીધા.ગાઈડ ની ક્યાંય જરૂર ના પડી શાળા ના ઉત્સાહિત શિક્ષક *નવીનભાઈ દરજી* એ બાળકો ને પ્રવાસ ના સ્થળો ની રસપ્રદ માહિતી આપી. *સેવકભાઈ* ઓ એ પણ ખૂબ ઉત્સાહ થી કોઈ મુશ્કેલી ના પડે તેનું વિશેષ ધ્યાન રાખ્યું..અને પ્રવાસ ને યાદગાર બનાવ્યો..દરેક નો ખૂબ ખૂબ હદય થી આભાર..આપ સૌ ના સહકાર થકી જ પ્રસંગ દીપી ઊઠ્યો...ખૂબ ખૂબ આભાર શાળા ના પ્રમુખ *દેવાભાઇ પટેલ સાહેબ* નો જેમને પ્રવાસ ની મંજુરી આપી..વિશેષ આભાર બહુચર ટ્રાવેલ્સ ના માલિક *કરશનભાઈ પટેલ* નો જેમને કોઈ તકલીફ પડવા ના દીધી..ખૂબ પ્રેમ આપ્યો...આભાર તમામ નો જેમને આ પ્રવાસ ને યાદગાર બનાવ્યો...ખૂબ ખૂબ આભાર..