હમણાં શાળામાંથી મોટો પ્રવાસ અને એક દિવસ ના પ્રવાસ નું આયોજન શાળા માં થી કરવામાં આવ્યું હતું...જેમાં ધોરણ 03 થી 12 ના બાળકો એ ઉત્સાહ થી ભાગ લઈ પ્રવાસન સ્થળો ની મુલાકાત જીવનભર નું સંભારણું બનાવ્યું...જ્યારે પ્રવાસ ની વાત આવતી ત્યારે ખૂબ ખુશ થતા બાલમંદિર અને ધોરણ 01 અને 02 ના બાળકો...એમને પણ પ્રવાસ માં જવા એમનું મન થનગની રહ્યું હતું...શાળા માં આવી ઓફિસ માં આવી એમની કાલી ઘેલી ભાષા માં પ્રવાસ લઈ જવા માટે કેટલીય વખત આવી ગયા..ત્યારે આજે એમની ઉત્સુકતા ને મજા માં આજે ફેરવી દીધી ..આજે એમને પ્રવાસ લઈ ગયા...આનંદ...ઉત્સાહ...ખુશી...બધું એક સાથે જોવા મળ્યું...ખરેખર બાળકો ની આજ ની ખુશી પૈસા આપી ને પણ ના ખરીદી શકાય એટલી હતી..આજે થરાદ નું આધુનિક ભવ્ય મંદિર નકળંગ ધામ લુણાલ ની મુલાકાત લઈ બાળકો ખૂબ ખુશ થયા..જ્યાં ભવ્ય મંદિર ની સાથે વિશાળ મેદાન અને કોતરણી જોઈ ખુશ થયા..ત્યાં આજે બીજ હોવાથી મેળા નો પણ અનુભવ કર્યો..અને પ્રસાદી પણ લીધી..ત્યાં થી નજીક માંગરોળ જઇ માં શેનલ ના દર્શન કરી ધન્યતા અનુભવી...ત્યાં પણ બાળકો ને ખૂબ મજા આવી..ત્યાં થી સીધા થરાદ હડકવાઈ માતાજી મંદિર ની સાથે ત્યાં બનાવેલ થરાદ ના બગીચા ની મુલાકાત લીધી.ત્યાં બાળકો ને આનંદ આવે તેવું સ્થળ છે.જ્યાં બાળકો એ વિવિધ રમતો રમી મજા નો આનંદ લૂંટયો...આજ નો દિવસ એમના માટે યાદગાર બની રહેશે .કારણ કે ભણવાની સાથે સાથે બાળક કઈક નવું જાણે સમજે વિચાર કરે તે પણ એટલુજ અગત્યનું છે..નાના બાળકો ને પ્રવાસ યાદગાર બનાવવા જેનો અહમ ફાળો છે તેવા શાળા ના પ્રમુખ દેવાભાઇ પટેલ સાહેબ નો ખૂબ ખૂબ આભાર..શાળા ના આચાર્ય ભરતભાઈ પુરોહિત સાથે રહી ને આજ ના દિવસ ની ખુશી પૂરી પાડી..તે બદલ સાહેબ નો ખૂબ આભાર ..નાના બાળકો ને સાચવવા માટે શાળા ના બહેનો આજે બાળકો ને આનંદમય દિવસ પસાર કરાવ્યો..જેમાં હર્ષાબેન શ્રીમાળી, જીજ્ઞાબેન ચૌધરી અને હેતલબેન ગૌસ્વામી નો ખૂબ ખૂબ આભાર...પ્રવાસ ને યાદગીરી રૂપે સાચવી ને રાખવા માટે નું ખૂબ સરસ કામ મુકેશભાઈ સુથાર દ્વારા કરવામાં આવ્યું...આજે પણ સુંદર ફોટોગ્રાફી કરી ફરી દિલ જીતી લીધા...તમામ નો હદય થી આભાર..બાળકો ની ખુશી જ સર્વ શ્રેષ્ઠ છે એનાથી વિશેષ કંઈ નથી..
નકળંગ ધામ અને શેણલ માં ના દર્શને
શુક્રવાર, નવેમ્બર 25, 2022