ખુલ્લો મંચ - 2022
સોમવાર, જાન્યુઆરી 23, 2023
ખુલ્લો મંચ એટલે બાળકોનો સૌથી પસંગીનો કાર્યક્રમ. અને હોય જ ને કારણ કે આ કાર્યક્રમ માં બાળકો પોતાની પસંગીની અને મુક્ત મને રજુઆત કરે છે. જેના કારણે બાળકમાં રહેલી જુદી જુદી કળાઓ ખીલે છે અને તેનો સર્વાંગી વિકાસ થાય છે.આ કાર્યક્રમ પ્રાથમિક વિભાગમાં આયોજન કરવામાં આવે છે. અને અહિયાં દર શુક્રવારે આ કાર્યક્રમ નું આયોજન થાય છે. દર શુક્રવારે જુદા જુદા વિષય ની સાથે આ કાર્યક્રમ મનાવવામાં આવે છે.અહિયાં રમતોત્સવ, વેસ્ટ માંથી બેસ્ટ, અભિનય ગીત સ્પર્ધા, મહેંદી સ્પર્ધા, માટીકામ, નિબંધ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા વગેરે વિષયોને ધ્યાને લઈને આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે.