-->

પુસ્તકાલય - જ્ઞાનપરબ

RAMESH CHAUDHARI
પુસ્તકાલય એટલે જ્ઞાન નો ખજાનો.ગઈ સાલ ધોરણ 10ના વિદાય સમારંભ પ્રસંગે તેમની યાદગીરી સ્વરૂપે જ્ઞાનપરબ નો શુભારંભ કરવામાં આવ્યો હતો જે આજે સરસ મજાનું ઉપયોગી બની રહ્યું છે. જુદી જુદી વયકક્ષા અને રસરુચિ ને આધારે શાળાના બાળકો આ પુસ્તકાલય નો ઉપયોગ કરી રહ્યા છે. શાળાએ એક નવી શરૂઆત કરી છે કે ચોકલેટ નહિ પણ ચોપડી. આ શરૂઆત અંતર્ગત ઘણા બાળકો પોતાના જન્મ દિવસ નિમિતે ચોકલેટ ને બદલે શાળા પુસ્તકાલયમાં પુસ્તક ભેટમાં આપે છે જેના કારણે તેમાં વધુને વધુ પુસ્તકો એડ થઈ રહ્યા છે. જેનો લાભ દરેક વિદ્યાર્થી મેળવી રહ્યો છે.