બાળકો નો અતિપ્રિય તહેવાર ઉતરાયણ ની બાળકો એક મહિના પહેલા પતંગ ચગાવાનું ચાલુ કરી દે છે. ગુજરાત સરકાર દ્વારા પણ પતંગોત્સવ રાજ્ય કક્ષા એ જિલ્લા કક્ષાએ અને શાળા કક્ષાએ ઉજવતા હોય છે.
આજ રોજ દેવ વિદ્યા મંદિર થરાદ દ્વારા પણ "" પતંગોત્સવ "" ઉજવાયો હતો. સૌપ્રથમ પ્રાથૅના કરી, શનિવાર હોવાથી સાપ્તાહિક ટેસ્ટનું આયોજન હોવાથી ટેસ્ટ લખ્યો અને ત્યારબાદ બાળકોને સાવચેતી અને સલામતી રાખવા ની સૂચના આપવામાં આવી હતી. ત્યારબાદ શાળા તરફ થી બાળકો ને પતંગો આપવામાં આવ્યા હતા. ત્યારબાદ શાળાના વિદ્યાર્થીઓ શિક્ષક મિત્રો સાથે મળીને "" પતંગોત્સવ "" ની મજા લુટી હતી. અને બાળકો ની ખુશી નો પાર સમાતો નહતો.