-->

PSE અને SSE ની પરીક્ષા 2023

RAMESH CHAUDHARI
ગુજરાત સરકારના રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા દર વર્ષે ધોરણ 6 માં અભ્યાસ કરતા બાળકો માટે પ્રાથમિક શિષ્યવૃતિ પરીક્ષા અને ધોરણ 9 ના બાળકો માટે માઘ્યમિક શિષ્યવૃતિ પરીક્ષા યોજવામાં આવે છે. તેજસ્વી બાળકોની પ્રતિભા બહાર આવે અને તેમને સ્પર્ધાત્મક પરીક્ષાનો અનુભવ થાય તે માટે આ પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે. જે વિદ્યાર્થીઓ આ પરીક્ષા પાસ કરે અને મેરીટ માં પોતાનું સ્થાન મેળવે તેમને સરકાર દ્વારા શિષ્યવૃતિ મળવા પાત્ર હોય છે. ગઈ સાલ થરાદ તાલુકાના 14 વિદ્યાર્થિઓ માંથી આપણી શાળાના ત્રણ વિદ્યાર્થીઓએ મેરિટમાં સ્થાન મેળવીને આ શિષ્યવૃતિ મેળવી હતી. આ વર્ષે પણ જ્યારથી ફોર્મ ભરવાની શરૂઆત થઈ ત્યારથી જ વિદ્યાર્થિઓ માં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. આ વર્ષે સૌથી વધુ ધોરણ 6 માંથી કુલ 15 વિદ્યાર્થિઓ અને ધોરણ 9 માંથી કુલ 46 વિદ્યાર્થિઓએ ફોર્મ ભર્યા હતા. તે વિશેષ તૈયારી કરી અને મેરીટમાં સ્થાન મેળવી શકે તે માટે શાળા દ્વારા દરરોજ સવારે એક કલાક એમને દરેક વિષયની તૈયારી અને માર્ગદર્શન પુરુ પાડ્યું હતું. આજે તા. 22/1/2023 ના રોજ આ પરીક્ષા યોજાઈ અને દરેક વિદ્યાર્થી મિત્રોએ ઉત્સાહ પૂર્વક આ પરીક્ષા આપી. હવે પરિણામ ની રાહ છે.