-->

શાળાની એન્ડ્રોઇડ એપ્લકેશન 2023

RAMESH CHAUDHARI
નમસ્કાર વિદ્યાર્થી મિત્રો અને વાલી મિત્રો તથા શુભચિંતક મિત્રો, આપ સર્વેને જણાવતા આનંદ અને ખુશીની લાગણી અનુભવીએ છીએ.આજના ડિજિટલ અને ટેકનોલોજીના યુગમાં આજે દરેક વ્યક્તિ સ્માર્ટ ફોન વાપરતો થયો છે ત્યારે આ શાળાએ પણ દરેકના મોબાઈલ સુધી પહોંચવા માટે પોતાની એક એન્ડ્રોઈડ મોબાઈલ એપ્લિકેશન બનાવી છે. જેનું  આજે એટલે કે આપણા રાષ્ટ્રીય તહેવાર પ્રજાસતાક પર્વના દિવસે લોન્ચિંગ કરવાની છે.આ એપ્લિકેશનની વિશેષતાઓ નીચે મુજબ છે.
👉 શાળાની સંપૂર્ણ માહિતી આપતી એપ
👉 એડમિશન પ્રક્રિયાની માહિતી
👉વિદ્યાર્થી માટે એડમિશન ફોર્મ ભરવાની સુવિધા
👉શિક્ષક માટે ઓનલાઇન અરજી કરવાની સુવિધા
👉શાળાની તમામ સુવિધાઓની માહિતી
👉શાળા અને હોસ્ટેલ ફી ની માહિતી
👉આજના દીપક એટલે વિધાર્થીના જન્મ દિવસની માહિતી
👉આજના દિવસની જાણકારી
👉આજે શાળામાં થયેલ પ્રવૃત્તિની માહિતી
👉શાળાની તમામ પ્રવૃત્તિઓની માહિતી
👉આજ સુધીની તમામ પ્રવૃત્તિઓ અને કાર્યક્રમોના ફોટા જોવાની અને ડાઉનલોડ કરવાની સુવિધા
👉હોસ્ટેલ વિશે ની માહિતી અને એડમિશન ફોર્મ ભરવાની સુવિધા
👉તમામ ધોરણ ના પાઠ્યપુસ્તકો વાંચવાની સુવિધા
👉માસવાર આયોજન મેળવવાની સુવિધા
👉વિદ્યાર્થિઓ માટે ઉપયોગી વેબસાઈટની માહિતી
👉ટેસ્ટ અને પરીક્ષા નું સમયપત્રક
👉શાળાની તમામ પ્રવૃત્તિઓ અને કાર્યક્રમોના વિડિયો જોવાની સુવિધા
👉શાળાના સ્ટાફ વિશેની માહિતી
👉વાર્ષિક કેલેન્ડર
👉શાળા સંપર્ક વિશેની માહિતી 

અને આ એપ્લિકેશન સમયાંતરે અપડેટ કરવામાં આવશે અને વધુ સુવિધાઓ ઉમેરવામાં આવશે.
આ એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે અહિયાં ક્લિક કરો.