-->

74મા પ્રજાસતાક દિનની ઉજવણી - 2023

RAMESH CHAUDHARI
નમસ્કાર મિત્રો, આજે આપણે સૌ આઝાદી અને દેશભક્તિના રંગે રંગાઈ ગયા. આપણે સૌએ એક દિવસની દેશભક્તિને મનાવી લીધી. સવારથી જ એક ઉત્સાહ અને ઉમંગથી આઝાદીના જશ્ન ની શરૂઆત થઈ ગઈ. આજે સૌને પોતાના કામની વધારે પડી છે. કેટલાક લોકો તો એક દિવસના આ ધ્વજવંદન કાર્યક્રમમાં પણ જોડાઈ શકતા નથી. આજે ધીમે ધીમે તેનું મહત્વ ઓછું થવા લાગ્યું છે. પરંતુ આજે પણ અમુક લોકોનો ઉત્સાહ અને જનુન એ જ છે. આજે આપણી શાળામાં આઝાદીના અમૃત મહોત્સવ થીમ અંતર્ગત ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી. જેમાં શાળાના બાળકો, શિક્ષકો અને વાલી મિત્રો હાજર રહ્યા હતા. સૌપ્રથમ શાળાની વિદ્યાર્થીની ચૌધરી હેતલબેન સોમાભાઈ અને પુરોહિત દીવ્યલક્ષ્મી દિવ્યેશકુમાર ના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ વાલીમિત્રો અને શાળાના પ્રમુખશ્રી દેવાભાઈ પટેલના હસ્તે દિપપ્રાગટય કરવામાં આવ્યું અને સાંસ્કૃતિક કાર્યક્રમોની શરૂઆત કરવામાં આવી. સૌપ્રથમ સ્વાગત ગીત ત્યારબાદ શાળાના બાળકો દ્વારા જુદા જુદા દેશભક્તિ ડાન્સ, દેશભક્તિ નાટક, કોમેડી નાટક, રાજસ્થાની નૃત્ય, ગરબો, રાસ, મુક અભિનય, વક્તવ્ય અને પિરામિડ જેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. અંતમાં વાલીઓના મનોરંજન માટે એક હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ અંતમાં બાળકોને ચોકલેટ વિતરણ કરવામાં આવ્યું અને સુરેશભાઈ બારોટ સાહેબ દ્વારા દુહાઓની રમઝટ બોલાવી ને આભારવિધિ કરવામાં આવી હતી. આજના આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન આચાર્યશ્રી ભરતભાઈ પુરોહિત સાહેબ દ્વારા કરવામાં આવ્યું હતું. શાળાના દરેક વિદ્યાર્થી અને શિક્ષક મિત્રોએ પોતાની મહેનત દ્વારા આજના કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. દરેક વાલી મિત્રો અને સ્નેહી મિત્રોનો શાળા પરિવાર દિલથી આભાર માને છે કે જેમણે પોતાનો કિંમતી અને અમૂલ્ય સમય આપીને અમારા આ કાર્યક્રમને નિહાળ્યો.

આજના આ કાર્યક્રમના તમામ વીડિયો જોવા અહિયાં ક્લિક કરો.
આજના કાર્યક્રમના તમામ ફોટા જોવા અહિયાં ક્લિક કરો.