પરીક્ષા પે ચર્ચા 2023
શુક્રવાર, જાન્યુઆરી 27, 2023
આજે આપણા સૌના માનનીય વડાપ્રધાન મોદી સાહેબ દ્વારા ભારતના ભવિષ્ય એવા વિદ્યાથીઓ સાથે ચર્ચા કરી અને બાળકોના તમામ પ્રશ્નોના જવાબ આપવાનો પ્રયત્ન કર્યો હતો. જુદા જુદા રાજ્યના અને જુદી જુદી શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ અલગ અલગ પૂછેલા પ્રશ્નોના જવાબ આપીને તેમને સંતોષ આપ્યો હતો. જુદાં જુદાં ઉદાહરણો દ્વારા બાળકોને સમજાવ્યા હતા કે પરીક્ષાના તણાવથી કેવી રીતે બચવું. મહેનત કેવી રીતે કરવી તેમજ સમયનું આયોજન કેવી રીતે કરવું. આપણી શાળામાં ધોરણ 9 થી 12 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ દ્વારા આ કાર્યક્રમ નિહાળવામાં આવ્યો અને તેમના મનમાં થયેલ અનેક પ્રકારના પ્રશ્નોનુ પણ સોલ્યુશન થયું હતું.