માતૃભાષા દિવસની ઉજવણી 2023
મંગળવાર, ફેબ્રુઆરી 21, 2023
આજ રોજ 21 મી ફેબ્રુઆરી નું મહત્વ ખૂબ જોવા મળે છે..આજ નો દિવસ એટલે આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ..દરેક ને પોતાની માતૃભાષા નું ગર્વ હોય છે.કારણ કે આપની ભાષા એટલે આપણી માતૃભાષા...બાળક નાનું હોય ત્યારે માતા પાસે થી કાલી ઘેલી ભાષામાં બોલતા શીખે છે પણ મોટા થતાં બધું ભૂલી નવી ભાષા તરફ ખેચાય છે..આપની માતૃભાષા નું દિવસે ને દિવસે મહત્વ ઘટતું જાય છે...જેથી લોકજાગૃતિ માટે આજ ના દિવસ ને માતૃભાષા દિવસ તરીકે ઉજવાય છે.આજ રોજ આપની શાળા માં પણ બાળકો માતૃભાષા નું મહત્વ સમજે તે ઉદ્દેશ થી પ્રાર્થના સભા માં શાળા આચાર્ય ભરતભાઈ પુરોહિત ના નેતૃત્વ હેઠળ કાર્યક્રમ ની શરૂઆત કરી હતી. માતૃભાષા ના શિક્ષક જયેશભાઈ પંડ્યા એ આજ ના દિવસ થી માહિતગાર કર્યા હતા..શાળા ના ઉત્સાહિત શિક્ષક અગજીભાઇ ચૌધરી દ્વારા તળપદી ભાષા માં આજનું વિશેષ મહત્વ સમજાવ્યું હતું... નવીનભાઈ અને શ્રવણભાઈ સાહેબ દ્વારા સુંદર માતૃભાષા નું ગીત ની રજૂઆત કરી હતી..શાળા ના બાળકો દ્વારા આજે નિંબંધ લેખન અને કાવ્ય લેખન સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું..બાળકો દ્વારા ઉત્સાહ થી ભાગ લીધો હતો અને આજ ના દિવસ ના કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો .શાળા ના તમામ સ્ટાફ મિત્રો એ સાથ સહકાર આપી કાર્યક્રમ પૂર્ણ કર્યો હતો..