-->

રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી 2023

*આજ નો યુગ એ વિજ્ઞાન અને ટેકનોલોજી નો યુગ છે .આપને જાણીએ છીએ કે આજ વિજ્ઞાન ક્યાં થી ક્યાં પહોંચી ગયું છે.છેક ચાંદ પર જઈ ને અવનવું સંશોધન અત્યારે ચાલી રહ્યું છે. 28 મી ફેબ્રુઆરી એટલે વિજ્ઞાન દિવસ.જે સી.વી. રામન ની રામન ઈફેક્ટ એટલે કે પ્રકાશ ની પરાવર્તન ની ક્રિયા ને યાદ કરી ને ઉજવવામાં આવે છે.  આજ રોજ આપની સૌની દેવ વિદ્યામંદિર થરાદ ખાતે વિજ્ઞાન દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં શાળા ના આચાર્ય ભરતભાઈ પુરોહિત ના અધ્યક્ષ સ્થાને કાર્યકમ યોજવામાં આવ્યો હતો.જેમાં શાળા ના બાળકો એ ઉત્સાહ થી ભાગ લીધો હતો.જેમાં વક્તવ્ય,હાથ ચાલાકી અને ગણિત કોયડા, નિબંધ સ્પર્ધા અને ક્વિઝ નું આયોજન કરવામાં આવ્યું હતું..અને વિજ્ઞાન પ્રયોગો નું અનેરું પ્રદર્શન રાખવામાં આવ્યું હતું..કાર્યક્રમ નું  સંપૂર્ણ સંચાલન વિજ્ઞાન ના ઉત્સાહિત શિક્ષકો નવીનભાઈ પરમાર,દિનેશભાઈ ચૌધરી, અગજીભાઇ ચૌધરી અને શ્રવણભાઈ રાજપૂત દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું.શાળા ના ઉત્સાહિત શિક્ષકો દ્વારા બાળકો નું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું .રમેશભાઈ ચૌધરી દ્વારા આજ ના દિવસ નું મહત્વ બાળકો ને સમજાવ્યું હતું..બાળકો નો ઉત્સાહ ખૂબ જ જોવા મળ્યો હતો .દરેક સ્ટાફ મિત્રો ના સહયોગ થી આજ નો કાર્યક્રમ ખૂબ જ સફળ રહ્યો..*