-->

વાલી સંવાદ - 2023

 આજ રોજ તારીખ ૨૧/૦૪/૨૦૨૩ ના રોજ શાળામાં વાર્ષિક વાલી સંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બહોળી સંખ્યામાં વાલીઓ હાજર રહ્યા હતા.જેમાં શાળાના પ્રમુખ સાહેબ દ્વારા વિદ્યાર્થી - શાળા - વાલી સેતુ વિશે ચર્ચા કરી હતી. ત્યારબાદ વાલીઓ દ્વારા જુદા જુદા મુદ્દાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. વાલીઓ સાથેની ચર્ચા બાદ વાલી મિત્રોએ પોતાના અભિપ્રાયો રજુ કર્યા હતા. આ વર્ષે શાળાનું કાર્ય શ્રેષ્ઠ રહ્યું તેવી દરેક વાલી મિત્રોએ અભિપ્રાય દ્વારા જણાવ્યું હતું. આ વર્ષે જે કાર્ય થયું તેના કરતા પણ આગામી સત્રે સવિશેષ થાય તેવી ખાતરી શાળાના પ્રમુખ સાહેબ દ્વારા આપવામાં આવી હતી.ત્યારબાદ ચા સાથે હળવો નાસ્તો લઈને સૌ છુટા પડ્યા.