-->

વિશ્વ યોગ દિવસ 2023

RAMESH CHAUDHARI

આપણ સૌની દેવ વિદ્યામંદિર થરાદ ખાતે આજ રોજ 9 માં વિશ્વ યોગ દિવસ ની ઉજવણી કરવામાં આવી..યોગ નું મહત્વ દિવશે ને દિવશે વધતું જાય છે. યોગ એ આત્મા સાથે નું મિલન છે.માનનીય મોદી સાહેબના નેતૃત્વમાં 21 ની જૂન વિશ્વ યોગ દિવસના નામે ઉજવાય છે ત્યારે આપણી શાળામા પણ યોગ દિવસનુ આયોજન કરાયુ હતુ. યોગ એટલે જોડાણ ..... યોગથી શારીરિક-માનસિક તથા બૌદ્ધિક ક્રિયાઓનું જોડાણ થાય છે. વ્યક્તિ શાંતિની અનુભૂતિ કરે છે. તથા ઘણા અસાધ્ય રોગોનુ નિવારણ થાય છે.જેના ભાગ રૂપે આજે શાળા માં યોગ દિવસ ની ઉજવણી કરવામાં આવી. જેમાં શાળા ના આચાર્ય જયેશભાઈ પંડ્યા દ્વારા બાળકો ને આજ ના દિવસ નું મહત્વ સમજાવી યોગ ના ફાયદા વિશે માહિતી આપવામાં આવી હતી.. શાળા ના ઉત્સાહિત શિક્ષક અને યોગ માં ગોલ્ડ મેડાલિસ્ટ હરિતાબેન  દવે અને યોગ ટ્રેનર શ્રવણભાઈ રાજપૂત દ્વારા બાળકો ને વિવિધ યોગ કરાવવા માં આવ્યા હતા..કાર્યક્રમ માં શાળા ના તમામ શિક્ષક મિત્રોઓ એ ભાગ લીધો હતો..પ્રથમ કાર્યક્રમ ની શરૂઆત પ્રાર્થના દ્વારા કરવામાં આવી હતી.ધોરણ 10 ના વિદ્યાર્થી ચૌધરી રાહુલભાઇ શામળભાઇ દ્વારા સુંદર વક્તવ્ય રજૂ કરવામાં આવ્યું હતું.તેમજ અંતે સંકલ્પ સાથે શાંતિ મંત્ર કરી કાર્યક્રમ ને પૂર્ણ કર્યો હતો.