-->

રસસભર પ્રાર્થનાસભા 2023

RAMESH CHAUDHARI
પ્રાર્થના એ આત્માનો ખોરાક છે. કોઈપણ શુભ કાર્યની શરૂઆત પ્રાર્થનાથી કરવામાં આવે છે. શાળામાં બાળક ધર્મ અને અધ્યાત્મને સમજે અને માનસિક શાંતિ પ્રાપ્ત કરે તેના માટે દરરોજ સવારમાં શાળાની શરૂઆત પ્રાર્થનાથી કરવામાં આવે છે. દર શનિવારે હનુમાન ચાલીસાનો પાઠ કરવામાં આવે છે. તેમજ શ્રાવણ માસના સોમવારે શિવ સ્તુતિનું ગાન કરવામાં આવે છે. પ્રાર્થનાસભામાં બાળકમાં રહેલી સુષુપ્ત શક્તિઓ બહાર આવે તે માટે અને બાળકના મનમાં રહેલો સ્ટેજ પ્રત્યેનો ડર દૂર થાય તે માટે વિવિધ કાર્યક્રમ કરવામાં આવે છે.
પ્રાર્થના સભામાં બાળકો દ્વારા જાણવા જેવું, દિન વિશેષ, આજના સમાચાર, બાળગીત, જોડકણાં, ભજન, લોકગીત, ઘડિયા ગાન અને અભિનય ગીત જેવા કાર્યક્રમો રજૂ કરવામાં આવે છે. તેમજ શિક્ષકો દ્વારા વિવિધ પ્રેરણાદાયી વાર્તા રજુ કરવામાં આવે છે. આમ સંગીતના સાધનો સાથે રજૂ થતા આ કાર્યક્રમો ખૂબ જ રસસભર લાગે છે.