બાળકો ચુંટણી પ્રક્રિયા જાણે તે હેતુથી આપણી શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજાઈ. જેમાં જુદા જુદા ધોરણના વિદ્યાર્થીઓએ ભાગ લીધો અને ચૂંટણીને સફળ બનાવી આ ચૂંટણીની અંદર મહામંત્રી તેમજ સહમંત્રી પદની નિમણૂક કરવામાં આવી. આ ચૂંટણી દરમિયાન શાળાના શિક્ષક શ્રી સુરેશભાઈ બારોટ, દિનેશભાઈ ચૌધરી, શ્રવણભાઈ રાજપૂત અને પ્રકાશભાઈ ચૌધરી એ ખૂબ જ અગત્યની ભૂમિકા ભજવી તેમણે સંપૂર્ણ માળખું તૈયાર કર્યું. જેમાં સૌપ્રથમ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું. ત્યારબાદ ફોર્મ ભરવામાં આવ્યા ખૂબ જ ઉત્સાહપૂર્વક વિદ્યાર્થી મિત્રોએ પોતાના સમર્થકો સાથે ફોર્મ ભર્યા આના માટે ₹50 ડિપોઝિટ પણ રાખવામાં આવી. ત્યારબાદ ફોર્મ ની ચકાસણી થઈ ફોર્મ પર જ ખેંચવામાં પણ આવ્યા અને અંતે દરેક વિદ્યાર્થી મિત્રો ખૂબ જ ઉત્સાહથી પોતપોતાના પ્રચાર કર્યો સમર્થકોએ પણ પ્રચાર કર્યો અને મતદાર વિદ્યાર્થી મિત્રોને પોતાના તરફ આકર્ષવાનો પ્રયત્ન કર્યો. અંતે 25 તારીખના રોજ મતદાન પ્રક્રિયા નું આયોજન કરવામાં આવ્યું. જેમાં બાળકોનો જુસ્સો વધે તે હેતુથી શાળાના પ્રમુખશ્રી દેવાભાઈ પટેલે પણ મતદાન કરીને શરૂઆત કરી. બાળકો ઈવીએમ અને બેલેટ પેપરથી માહિતગાર બને તે હેતુથી મહામંત્રીની ચૂંટણી ઈવીએમ દ્વારા અને સહ મંત્રીની ચૂંટણી બેલેટ પેપરથી કરવામાં આવી. તેમાં જુદા જુદા અધિકારીઓ તરીકે વિદ્યાર્થીઓ જ કમાન સંભાળી સુરક્ષા ની જવાબદારી પણ વિદ્યાર્થીઓ જ લીધી અલગ અલગ ભાઈઓ અને બહેનોની લાઈનો કરાવી તેમજ સરસ મજાની શાંતિપૂર્ણ પ્રક્રિયા પૂર્ણ કરી. દરેક બાળકોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક પોતાના મતનો ઉપયોગ કર્યો. સાંજે ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થતા ઇવીએમ તથા મતદાન પેઢીને સીલ કરવામાં આવી. ત્યારબાદ બીજા દિવસે મતગણતરીનો આયોજન કરવામાં આવ્યું મત ગણતરી શાંતિપૂર્ણ ત્રણ રાઉન્ડમાં કરવામાં આવી ત્રણ રાઉન્ડપછી પરિણામ ની જાહેરાત થઈ. જેમાં બાળકોને ધીરજતા અને ઉત્સાહ વધવા લાગ્યો ધીમે ધીમે ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થતા અંતે પરિણામ જાહેર કરવામાં આવ્યું અને દરેક વિભાગમાંથી એક એક વિદ્યાર્થીને જાહેર વિજેતા જાહેર કરવામાં આવ્યું. પોતાના ઉમેદવાર વિજેતા બનતા સમર્થકોએ ખૂબ જ ઉત્સાહથી તેને ઉજવણી કરી અને થોડીવાર ગરબે પણ ઘુમ્યા ત્યાર બાદ ડાન્સ પણ કર્યો અને ત્યારબાદ શિક્ષક મિત્રો દ્વારા કરીએ હાર પહેરાવીને તેમનું સન્માન પણ કરવામાં આવ્યું આમ શાંતિપૂર્ણ રીતે બાળકો જાણે અને માણે એ રીતે ચૂંટણીનું સંપૂર્ણ આયોજન કરવામાં આવ્યું.