આજે આપણે શાળામાં હિન્દુઓનો પવિત્ર તહેવાર અને ભાઈ બહેન નો એક પ્રેમ ભર્યો તહેવાર રક્ષાબંધન ની ઉજવણી કરવામાં આવી. જેમાં શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ દ્વારા રાખડી બાંધવામાં આવી તેમજ શાળાના વિદ્યાર્થીનીઓ દ્વારા ભાઈ બેન ને લગતા ગીતો રજૂ કરવામાં આવ્યા તેમજ શાળાના સાહેબ શ્રી દ્વારા રક્ષાબંધનના પવિત્ર તહેવાર વિશે માહિતી આપવામાં આવી. દરેક ધોરણમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની દ્વારા વિદ્યાર્થીઓને ગોળ વડે મોં મીઠું કરાવીને રાખડી બાંધવામાં આવી.