નાના બાળકોનો પ્રિય અને આપણી શાળાનો વિશેષ કાર્યક્રમ એટલે દર શુક્રવારે યોજાતો ખુલ્લો મંચ કાર્યક્ર્મ.ખુલ્લો મંચ કાર્યક્રમ બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓને જાગૃત કરીને તેનો વિકાસ થાય તે માટે આયોજન કરવામાં આવે છે. આ કાર્યક્રમ દ્વારા જુદી જુદી સહભ્યાસિક પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવે છે. જેમાં ધોરણ 1 થી 5 ના તમામ બાળકો ખુબ જ ઉત્સાહથી ભાગ લઈને પોતાની આવડત અને કલાને પ્રદર્શિત કરે છે. પ્રાથમિક વિભાગના શિક્ષક મિત્રો દ્વારા પણ ખુબ જ સક્રિયપણે આ કાર્યક્રમનું આયોજન થાય છે, દરેક શુક્રવાર નવા વિષય સાથે આવે છે માટે બાળકો હંમેશા આ કાર્યક્રમની આતુરતા પૂર્વક રાહ જુએ છે.