આપણી શાળા દરેક શરૂઆતને આવકારવા હંમેશા તૈયાર જ હોય છે. નવી શરૂઆત હંમેશા શ્રેષ્ઠ જ હોય છે. આમ તો શાળામાં કોઈ વિદ્યાર્થી કે શિક્ષક મિત્રનો જન્મ દિવસ હોય ત્યારે ચોકલેટ વિતરણ કરવામાં આવતા હતા અને થોડાક સમય પુરતો દરેક મિત્રો આંનદ માણી લેતા. ચોકલેટને કારણે નાના બાળકોના દાંત પણ સડી જતા હોય છે. તો દરેકે વિચાર્યું કે આં પળને કાયમી કેમ બનાવી શકાય ? વિચારને અંતે નક્કી થયું કે જેનો જન્મ દિવસ હોય તેણે શાળા પુસ્તકાલયમાં પુસ્તકનું દાન આપવું અથવા રોકડ રકમ દાનમાં આપવી જેને કારણે અવનવા જરૂરી પુસ્તકો ખરીદીને શાળા પુસ્તકાલયને વધુ સમૃધ્ધ બનાવી શકાય. જેનો લાભ દરેક બાળકને મળે અને જન્મ દિવસની યાદગીરી પણ કાયમી બની જાય. આજે શાળામાં દરેકનો જન્મ દિવસ આં નિયમ મુજબ જ ઉજવાય છે.