-->

77મા સ્વાતંત્ર્ય દિનની ઉજવણી 2023

દેવ વિદ્યામંદિર ખાતે સ્વાતંત્ર દિવસે જમ્મુ કાશ્મીર માં ફરજ બજાવતા આર્મી મેન અને તેમના ધર્મપત્નિ ના હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું. આજ રોજ 77 માં સ્વાતંત્ર દિવસની ઉજવણી દેશભરમાં થઈ રહી છે.ત્યારે આજ રોજ આપણી શાળા દેવ વિદ્યામંદિર થરાદ ખાતે હર્ષ ઉલ્લાસ થી ઉજવણી કરવામાં આવી.જેમાં મુખ્ય અતિથિ વિશેષ તરીકે બનાસકાંઠા છેવાડા ના સરહદી ગામ ના વતની અને જમ્મુ કાશ્મીર માં આર્મી મેન માં ફરજ બજાવતા ઉમેશભાઈ ચૌધરી અને ધર્મપત્નિ ભાનુબેન ના વરદ હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું.શાળા પરિવાર વતી શાળાના નિયામક રમેશભાઈ ચૌધરી દ્વારા બને નું સન્માન કરવામાં આવ્યું હતું.શાળા ના આચાર્ય જયેશભાઈ પંડયા એ શાબ્દિક સ્વાગત સાથે પ્રાસંગિક પ્રવચન કર્યું હતું.બાળકો દ્વારા સુંદર સાસ્કૃતિક કાર્યક્રમ નિહાળી વાલીઓ માં અનેરો આનંદ જોવા મળ્યો હતો.કાર્યક્રમ નું સંપૂર્ણ સંચાલન વિરદાસભાઈ ચૌધરી અને નવીનભાઈ દરજી દ્વારા કરવામાં આવ્યું હતું.બહોળી સંખ્યા માં વાલીઓ એ હાજરી આપી બાળકો નો ઉત્સાહ વધાર્યો હતો..કાર્યક્રમ ને સફળ બનાવવામાં શાળા ના તમામ ઉત્સાહિત શિક્ષકોનો ફાળો રહ્યો હતો.છેલ્લે ઉત્સાહી શિક્ષક હરિતાબેન ઓઝા દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી..નાના બાળકોના કાર્યક્રમ ને સૌ એ વધાવ્યો હતો..આર્મી મેન ના સાથે એમની પત્ની ને પણ એટલુજ સન્માન મળે તે ઉદ્દેશ થી આજે આખા ગુજરાત માં પહેલ કરનાર દેવ વિદ્યામંદિર પહેલી શાળા બની.શાળા શરૂ થઈ ત્યાર થી જ આર્મી મેન ના હસ્તે જ ધ્વજ વંદન કરાવવામાં આવે છે.