-->

પ્રોત્સાહન ઈનામ 2023

 શાળામાં બાળકો વિવિધ સહઅભ્યાસિક પ્રવૃતિઓ કરે અને પોતાની સુષુપ્ત શક્તિઓ બહાર લાવે તે માટે જુદી જુદી સ્પર્ધાઓ અને કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવે છે. જેમાં ભાગ લેનાર બાળકો અને શ્રેષ્ઠ દેખાવ કરનાર બાળકોને વાલીઓ દ્વારા અને શાળા દ્વારા પ્રોત્સાહક ઈનામ આપીને તેમજ પ્રમાણપત્ર આપીને સન્માનિત પણ કરવામાં આવે છે. 15 મી ઓગસ્ટ ના રોજ કાર્યક્રમમાં ભાગ લેનાર તમામ બાળકોને વાલીશ્રી નાનજીભાઈ ચૌધરી અને ગોવાભાઈ ચૌધરી દ્વારા ચોપડો અને બોલપેન આપવમાં આવી તથા શાળાના શિક્ષકશ્રી પ્રકાશભાઈ ચૌધરી દ્વારા બાળકોને શૈક્ષણિક કિટ ભેટમાં આપવામાં આવી.