આ વર્ષે સમગ્ર ભારતમાં દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઇ મોદી સાહેબના માર્ગદર્શન હેઠળ વીર સૈનિકોના માનમાં મારી માટી મારો દેશ કાર્યક્રમ ઉજવાઈ રહ્યો છે ત્યારે આજ રોજ વજેગઢ ખાતે યોજાયેલ તાલુકા કક્ષા ના મેરી મિટ્ટી મેરા દેશ કાર્યક્રમ માં આપણી શાળાની વિદ્યાર્થીની જોષી દિવ્યલક્ષ્મી દિવ્યેશભાઈ ધોરણ 05 જે આર્મી જવાન વિશે સુંદર વક્તવ્ય આપ્યું હતું. કાર્યક્રમમાં હાજર રહેલ બનાસકાંઠા જિલ્લાના સંસદ સભ્ય માનનીય પરબતભાઇ સાહેબના હસ્તે દીકરીને સન્માનિત કરવામાં આવી. શાળા પરિવાર તરફથી ખુબ ખુબ અભિનંદન..