શાળાના બાળકો બહારની દુનિયાનું જ્ઞાન મેળવે તેમજ પુસ્તકીયા જ્ઞાનની બહાર નીકળે તે હેતુથી શાળામાં વિવિધ સહ અભ્યાસિક પ્રવૃતિઓ કરવામાં આવે છે. આવી પ્રવૃતિઓ દ્વારા બાળકનો સર્વાંગી વિકાસ થાય છે. બાળકમાં રહેલી સુષુપ્ત શક્તિઓ વિકસે છે. આજ રોજ આવી જ અપેક્ષા સાથે શાળામાં ધોરણ 6 થી 8 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ક્વીઝ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. જેમાં જુદી જુદી ટીમો બનાવવામાં આવી હતી. દરેક ટીમનું નામ ભારતના મહાનુભાવોના નામ પરથી આપવામાં આવ્યું હતું. જુદા જુદા કુલ પાંચ રાઉન્ડમાં પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. દરેક ટીમે પોતાની રીતે સર્વોતમ પ્રદર્શન કરવાનો પ્રયત્ન કર્યો હતો. પાચ રાઉન્ડના અંતે ઝાંસીની રાની લક્ષ્મીભાઈ તેમ વિજેતા બની હતી. આ કાર્યકરનું સંપૂર્ણ આયોજન હરીતાબેન દ્વારા કરવામાં આવ્યું હતું.