-->

શિક્ષક દિવસની ઉજવણી - 2023

RAMESH CHAUDHARI

 આજે 5 સપ્ટેમ્બર એટલે કે રાષ્ટ્રીય શિક્ષક દિવસ. આજે સમગ્ર ભારત વર્ષમાં ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનની યાદમાં રાષ્ટ્રીય શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે શાળાના જ વિદ્યાર્થીઓ શિક્ષક બનીને સંપૂર્ણ શાળાનું શૈક્ષણિક કાર્ય સંભાળે છે આ દિવસે બાળકને એક શિક્ષકની ભૂમિકા ભજવવાની તક મળે છે. આપણી શાળામાં પણ દર વર્ષે શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવે છે આ વર્ષે પણ શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી. જેમાં બધા જ ધોરણના બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લઇ અને પોતે શિક્ષક બન્યા. સવારમાં જ સમયસર શિક્ષકને શોભે તેવા ગણવેશમાં તૈયાર થઈને આવ્યા અને સંપૂર્ણ શાળાનો શૈક્ષણિક કાર્ય સંભાળ્યું. પોતાના જ મિત્રો સામે એક શિક્ષક બનીને જવું એક અલગ જ અંદાજ હોય છે આપણી શાળામાં આચાર્યની ભૂમિકા તરીકે દેસાઈ ત્રિકમાભાઈ અને ઉપાચાર્યની ભૂમિકા તરીકે પરમાર ધવલભાઈએ ભૂમિકા ભજવી. સંપૂર્ણ દિવસ દરમિયાન સરસ મજાનું કાર્ય થયું બપોરે રિશેસમાં સરસ મજાનો દરેક વિદ્યાર્થી માટે ચા અને નાસ્તો તૈયાર કરવામાં આવ્યો. ત્યારબાદ સાંજના સમયે બધા જ વિદ્યાર્થી મિત્રોએ પોતપોતાની રીતે સરસ મજાના દિવસ દરમિયાન ના પોતાના અનુભવ રજૂ કર્યા. વિદ્યાર્થી મિત્રોએ પણ સામે પોતાના પ્રતિભાવ પણ આપ્યા કાર્યક્રમને અંતે વિરદાસભાઈ સાહેબ દ્વારા બધા જ મિત્રોનો આભાર વ્યક્ત કરીને કરવામાં આવ્યો.